ડ્રાઇવર વગરની કાર ટૂંક સમયમાં જ સડકો પર દોડતી નજરે પડશે. ડ્રાઇવર વગરની કારને કારણે ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ની જરૂર પણ હશે નહીં. ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધક પ્રો. પીટર સ્ટોને જણાવ્યું કે, તેનાથી દુર્ઘટનાઓ પણ ઘટશે. તેમણે એવું પણ જણાવ્યું કે, ‘અમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત એક સિસ્ટમ બનાવી રહ્યા છીએ. આ સિસ્ટમમાં કોઇ પણ રોડ પર સિગ્નલ ની જરૂર પડશે નહીં. બધી જ ગાડીઓ વચુgઅલ ટ્રાફિક કન્ટ્રોલરની મદદથી નિયંત્રિત કરાશે.’
સંશોધકોએ ‘માર્વિન’ નામની એવી કાર પણ બનાવી છે. જો કે, અત્યારે આ કારનું ટેસ્ટિંગ ચાલુ છે.