વિજ્ઞાનીઓ સ્કેચ અને પોટ્રેટ બનાવવામાં પણ સક્ષમ રોબોટ બનાવી રહ્યા છે. જર્મનીના સેન્ટર ફોર આર્ટ એન્ડ મીડિયા ઝેડકેએમમાં સંશોધક આ રોબોટ બનાવી રહ્યા છે. તેમાં ગોઠવવામાં આવેલો કેમેરો સર્વપ્રથમ મોડેલની તસવીર ખેંચે છે અને આશરે ૧૦ મિનિટમાં પોટ્રેટ બનાવી લે છે.
વિજ્ઞાની માર્ટિના રિચરે જણાવ્યું કે, ‘આ રોબોટમાં ઇમેજ ઇવેલ્યુએશન પ્રોસેસ (આઇઆઇપી)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી રોબોટ મોડેલના ચહેરાની સૂક્ષ્મ બાબતો સારી રીતે સમજે છે. તેનાથી રોબોટને સ્કેચ બનાવવામાં સરળતા રહે છે.’ તેમાં ‘એજ-પ્રોસેસિંગ સોફ્ટવેર’ પણ લાગેલું છે. તે રોબોટના હાથોની ગતિવિધિને નિર્દેશિત કરે છે.