-ફર્સ્ટ ડેટ પર પતલી છોકરીઓ તો કોટનની લોન્જરી જ પહેરવાનું પસંદ કરે છે
-મોટા ભાગની છોકરી ઓ ફર્સ્ટ ડેટ પર નવી નકોર બિકિની પહેરે છે
સામાન્ય રીતે ડેટ પર પહેરવામાં આવતા કપડાં બાબતે મહિલાઓ ઘણી જ સજાગ હોય છે. પણ હાલમાં જ બ્રિટનમાં થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું છે કે સ્લિમ મહિલાઓ ડેટ પર જતા પહેલાં સેક્સી લોન્જરી પહેરતી નથી.
સાઈઝ 8 અને તેનાથી ઓછી સાઈઝની મહિલાઓ સામાન્ય રીતે કોટનની પેન્ટી પહેરે છે તો સાઈઝ 16 મહિલાઓ તેમની સેક્સ અપીલ વધારવા સિલ્ક અને લેસ વાળી લોન્જરી પહેરે છે.
એટલું જ નહીં મહિલાઓ ડેટ પર જતાં પહેલાં નવી નકોર બિકિની પહેરવાનું પસંદ કરે છે.
આ વિશે ફેશન ક્લોથિંગ લાઈનના પ્રવક્તા ટોની એન્ડ લિન્ડ્સેએ રિસર્ચમાં જોયુ કે, મહિલાઓ તેમની વધતી સાઈઝને કારણે શરમ અનુભવે છે. તેથી તેને છુપવાવવા તેઓ સેક્સી અંડરગાર્મેન્ટ્સ પહેરે છે.
જ્યારે સ્લિમ છોકરીઓને તેમના ફિગરની કોઈ જ ચિંતા હોતી નથી તેથી તેઓ સેક્લી લોન્જરી પહેરવા એટલી ઉત્સુક હોતી નથી.