-પત્ની કે પ્રેમિકાને દગો આપનારા, મા-બાપની ઈજ્જત ન કરનારાને આ રેસ્ટોરંટમાં એન્ટ્રી નથી
દરેક રેસ્ટોરંટ ઈચ્છે છે કે તેને ત્યાં વધુમાં વધુ લોકો આવે પણ ચીનના હેનાન પ્રાંતની રાજધાની જેંગઝૂમાં એક રેસ્ટોરંટ છે જ્યાં બહાર આવું બોર્ડ લગાવવામાં આવ્યું છે 'કૃપા કરી અહીં તમારી પ્રેમિકા સાથે ન આવો એ પણ ન આવે જ તેમના પરિવારની કેર નથી કરતાં'
તે લોકો ન આવે જે પબ્લિક પ્રોપર્ટીનો દૂર ઉપયોગ કરે છે અને તે લોકો તો બિલકુલ પણ અલાઉડ નથી જે મા-બાપની ઈજ્જત નથી કરતાં..!
આ રેસ્ટોરંટને ચીની લેબરેશન આર્મીના એક એક્સ મેમ્બરે બનાવી છે તેમનું કહેવું છે કે, આજે ચીની સમાજમાં પશ્ચિમી પ્રભાવ વધતો જઈ રહ્યો છે.
અમારા દેશમાં એવી ઘણી બુરાઈ ઘર કરતી જઈ રહીં છે જે ન હોવું જોઈએ. છેલ્લા વર્ષે જ અમારા દેશમાં અવૈધ સંબંધો રાખવા, લાંચ લેવી અને છેતરપીંડીને કારણે ઘણાં સરકારી ઓફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. લીએ તેમ પણ જણાવ્યું હતું કે કોઈના માથે નથી લખેલું હોતું કે તેઓ પોતાના મા-બાપની ઈજ્જત કરતાં નથી. કે પોતાની પત્ની કે પ્રેમિકાને દગો નથી આપતાં. આ તો તેમનું મન જ જાણે છે.
તેથી જ બોર્ડ વાંચવાથી તેમના મનમાં એક વખત તો પોતાના પરિવાર સાથે જો કંઈ ખોટુ કરતાં હશે તો તે વાતનો અનુભવ ચોક્કસ થશે.