હૃદય માટે સારું માનવામાં આવનાર ઓમેગા-૩ ફેટની હૃદયરોગીઓ પર સંપૂર્ણપણે કોઇ અસર થતી નથી. હોલેન્ડના સંશોધકોનો એવો દાવો છે કે, ઓમેગા-૩ ફેટથી બનેલું તેલ અથવા માખણ ખાવાથી હૃદયરોગીઓનું સ્વસ્થ્ય સુધરતું નથી.
સંશોધકોએ જણાવ્યું કે, ઓમેગા-૩ ફેટ ખાનારા હૃદયરોગીઓને પોતાના હૃદયની દેખભાળ એટલી જ સાવધાનીથી કરવી જોઇએ જેટલી તેને નહીં ખાનારા દર્દીઓને કરવી પડે છે. નકલી માખણ, ફશિ ઓઇલ અને ઇંડામાં મળતા ઓમેગા-૩ હૃદયના અનિયમિત ધબકારાને નિયંત્રિત કરવા અને ધમનીઓમાંના અવરોધો દૂર કરનાર હોવાનું માનવામાં આવે છે.