-ધ્વનિ તરંગોની મદદથી શુક્રાણુઓની સંખ્યા કંટ્રોલ કરી શકાશે
-આ અંગે હાલમાં રિસર્ચ ચાલુ છે
પુરુષો માટે એક સારા સમાચાર છે જો તેમને કોન્ડોમનો ઉપયોગ કરવો પસંદ નથી તો તેમની માટે એક નવા ગર્ભનિરોધક સાધન આવી ગયું છે.
વૈજ્ઞાનિકોએ પુરુષો માટે એક બિલકુલ નવા પ્રકારનું ગર્ભનિરોધક બનાવ્યાનો દાવો કર્યો છે.
આ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ધ્વનિ તરંગોનો ઉપયોગ કરી શુક્રાણુઓની સંખ્યાને એ સ્તર સુધી ઘટાડવામાં આવશે કે જેથી થોડા સમય માટે ગર્ભ રહેવાની શક્યતા નહિવત થઈ જાય.
અધ્યયનકર્તાઓના કહેવા પ્રમાણે, હાલમાં તે રિસર્ચ ચાલુ છે કે આ ગર્ભનિરોધકનો પ્રભાવ કેટલાં સમય સુધી રહે છે. તે અંગેનું રિસર્ચ જોરે શોરે ચાલી રહ્યું છે.