
જો તમે દુધ પીવાનાશોખીન હોવ તો મોંઘવારીના કારણે પોતાની ઇચ્છાને ના મારશો. તમે 15 રૂપિયામાં પોતાના જ ઘરે એક લીટર દૂધ તૈયાર કરી શકે છે. જેનો સ્વાદ જ નહીં, પરંતુ પોષક તત્વો પણ ખરા દૂધથી ખાસ્સા વધારે છે.
- આ ટેક્નિક મંગળવારે સ્ટેટ લેવલ ઇન્સ્પાયર એવૉર્ડના સાયન્સ પ્રદર્શનમાં જોવા મળી
- એક લીટર વનસ્પતિ દૂધ બનાવવામાં માત્ર 15 રૂપિયાનો ખર્ચ આવે છે
- છોતરા ઉતાર્યા બાદ મિશ્રણને મિક્સીમાં લઈને પેસ્ટ બનાવામાં આવે છે
- આ પેસ્ટને એક લીટર પાણીમાં ઉકાળવામાં આવે છે.
આ ટેક્નિક મંગળવારે સ્ટેટ લેવલ ઇન્સ્પાયર એવૉર્ડના સાયન્સ પ્રદર્શનમાં જોવા મળી. હાંસીના પીસી એસડી સીનિયર સેકેન્ડરી સ્કૂલના વિદ્યાર્થી અશ્વનીએ પોતાના મૉડલમાં વનસ્પતિ દૂધ તૈયાર કરવાની રિત પ્રદર્શિત કરતા એક નવા વિચારને આકાર આપ્યો છે.
પ્રશિક્ષક મોહનલાલ બંસલ જણાવે છે કે એક લીટર વનસ્પતિ દૂધ બનાવવામાં માત્ર 15 રૂપિયાનો ખર્ચ આવે છે. તેના માટે 40 ગ્રામ સફેદ તલ, 80 ગ્રામ મગફળી અને 120 ગ્રામ સોયાબીનને કેટલાક સમય સુધી ઘીમાં ગરમ કર્યા બાદ તેને જુદા-જુદા પાણીમાં ગાળવામાં આવે છે.
છોતરા ઉતાર્યા બાદ મિશ્રણને મિક્સીમાં લઈને પેસ્ટ બનાવામાં આવે છે. આ પેસ્ટને એક લીટર પાણીમાં ઉકાળવામાં આવે છે. ઠંડી થવા ઉપર વનસ્પતિ દુધ તૈયાર થઈ જાય છે. જેનો સ્વાદ અસલી દૂધ જેવો જ આવશે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.