ન્યૂઝીલેન્ડના વિજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ૯ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કમ્પ્યૂટર સ્ક્રીનની સામે બેસાડવાથી તેના મગજને નુકસાન પહોંચી શકે છે. તેમના મંદબુદ્ધિના થઈ જવાનું જોખમ રહેલું છે. આગળ જતાં તે ગણિત જેવા વિષયોમાં નબળા પડી શકે છે. આ ઉપરાંત તેના અભ્યાસ કરવાની ક્ષમતા પર પણ ખરાબ અસર પડી શકે છે. અધ્યયન કરનારા મનોવિજ્ઞાનિકો ડો. એરિક સિગમેને જણાવ્યું કે કમ્પ્યૂટર પર બેસાડવાના બદલે બાળકોને સામે બેસીને ભણાવવા જોઈએ. તેનાથી મગજનો વિકાસ સારી રીતે થાય છે. એરિકના અનુસાર, ૧૫ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોના બેડરૂમમાં ટીવી મૂકવું પણ નુકસાનકારક છે.