-20,000 કપલ્સ કો-પેરેન્ટિંગ દ્વારા એકબીજાની સાથે રહે છે
-બાળકોને માતા-પિતા બન્નેનો પ્રેમ આપે છે
દુનિયામાં છુટાછેડાના વધતા કિસ્સાઓને કારણે બાળકોમાં પેરેન્ટિંગ પ્રભાવિત થઈ રહીં છે. કારણ કે દુનિયામાં થનારા મોટાભાગના છુટાછેડાના કિસ્સાઓમાં બાળકના ઉછેર બાબતે થાય છે.
આ પ્રકારના છુટાછેડામાં બાળકો માનસિકરૂપથી ઘણું જ અસુરક્ષિત અનુભવે છે. અને તેને કારણે તેમનો માનસિક અને શારીરિક વિકાસ રુંધાય છે.
બાળકોને આ તણાવમાંથી બચાવવા એક વેબસાઈટ ઓનલાઈન કો-પેરેન્ટિંગ મેચની સુવિધા પુરી પાડે છે. તે હેઠળ સિંગલ પેરેન્ટ્સ તેના બાળકો માટે માતા કે પિતા શોધી શકે છે. જેમાં પેરેન્ટ્સ બનતા સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ પ્રકારના સેક્સ સંબંધ હોતા નથી. પણ બન્ને મળીને બાળકોને માતા-પિતાનો પ્રેમ આપે છે.
તેમાં ન સ્પર્મ ડોનેટ કરવાની જરૂર છે ન કોઈ પ્રકારના સંબંધોની. આ વેબસાઈટ લોન્ચ થતાની સાથે જ 20 હજાર લોકો તેના મેમ્બર બની ગયા છે.
વેબસાઈટ પ્રમાણે, બાળકોના ઉછેર દરમિયાન તેઓ સારા મિત્રો બની ગયા છે. અમેથા બે બાળકોની માતા છે આ મહિલાએ બે બાળકોને દત્તક લીધા છે. તેમણે આ વેબસાઈટની મદદથી તેના બાળકો માટે પિતાની શોધ પણ પૂરી કરી લીધી છે.
આ વિશે અમેથાનું કહેવું છે કે ડેવિડ તેના બાળકોના ઉછેરમાં ઘણી મદદ કરે છે. તેઓ બાળકોને ઘણો સમય આપે છે. અને બાળકો પણ થેનાથી ઘણાં ખુશ છે. ડેવિડ 55 વર્ષિય એક ડાઈવોર્સી છે.
મનોવૈજ્ઞાનિક જૂલી સ્ટલેટરીનું કહેવું છે કે પેરેંટિગનો આ નવો કીમિયો બાળકોને શારીરિક અને માનસિક સ્થિરતા લાવશે.