વૈજ્ઞાનિકોને સૌપ્રથમ વખત કરોડરજજુના ચેતાતંતુ નવેસરથી તૈયાર કરવામાં સફળતા મળી છે જેને પગલે ચેતાતંતુના ઉગવા પરની જૈવિક રોકની સમસ્યા ઉકેલાઇ છે. આ અભૂતપૂર્વ સફળતા એટલે મહત્વની ગણાય છે કે તેના પગલે પીઠ અને ગરદનની ઇજાને કારણે પક્ષઘાતનો ભોગ બનેલા દર્દીઓને નવું જીવન પ્રાપ્ત થશે.
અમેરિકાના રીવ-ઇરવીન સંશોધન કેન્દ્રના સંશોધકોએ પુખ્તવયની વ્યક્તિમાં ચેતાતંતુના વિકાસને રૂંધતુ એક પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ પ્રયોગ ઉંદર પર કરાયો હતો. જનીની રીતે આ ઉત્સેચકને હટાવીને સંશોધકોને ચેતાતંતુની કુદરતી વૃધ્ધિ પુન:શરૂ કરાવવામાં સફળતા મળી હતી.
વૈજ્ઞાનિકો હવે એ દિશામાં સંશોધન કરી રહ્યા છે કે કરોડરજજુની ઇજાથી અપંગ બનેલા ઉંદરની હલનચલન પૂર્વવત કરી શકે છે કે કેમ તેમ ? ડેઇલી મેઇલના અહેવાલમાં જણાવાયું છે.
રીવ-ઇરવીનના ડાયરેક્ટર પ્રો. સ્ટીવર્ડના કહેવા મુજબ કરોડરજજુની ઇજાને કારણે પક્ષઘાત અને હલનચલનની અશક્તિ અત્યારસુધી અસાધ્ય ગણાતી હતી. પરંતુ અમારી શોધ એ આવા દર્દીઓમાં કરોડરજજુમાં ચેતાતંતુ પૂન: ઉગાડવાની પ્રક્રિયા શક્ય બનાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કરોડરજજુમાં દ્રાક્ષના કદની ઇજા પણ તેના નીચેના ભાગનું તમામ હલનચલન બંધ કરાવી શકે છે.
સુપરમેન પણ પક્ષઘાતનો ભોગ બન્યો હતો
હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ સુપરમેનનો નાયક ક્રિસ્ટોફર રીવ પણ ગળાથી નીચેના ભાગના પક્ષઘાતનો ભોગ બન્યો હતો. તેને અકસ્માતમાં ગરદન પર ઇજા થઇ હતી. ત્યારે રીવ-ઇરવીન સંશોધન કેન્દ્રને ક્રિસ્ટોફર રીવના નામ સાથે જોડવામાં આવ્યું છે.
આશાનું કિરણ
ગરદનમાં આવેલું સેવર્ડ નર્વસ જે સ્વેચ્છિક હલનચલનનું નિયંત્રણ કરે છે તેની ઇજા બાવડા અને પગનો પક્ષઘાતમાં પરિણમી શકે છે. આ તમામનો ઇલાજ થઇ શકે જો આ જોડાણો ફરીથી ઉગાડી શકાય તેમ સ્ટવર્ડે જણાવ્યું હતું.