હરિયાણાના ગુરગાંવમાં આવેલો પટોડી પેલેસ મોટી જગ્યામાં ગ્રીનરીથી ઘેરાયેલો છે. દિલ્હીથી આશરે 60 કિલોમિટર દૂર આવેલો છે.
આ નવાબ પટોડી લફ્તિખાર અલી ખાને આ પેલેસ તેમની બેગમ સંજીદા સુલતાન માટે બંધાવ્યો હતો. ઉચ્ચ ક્વોલિટીના આરસપહાણથી બનેલા આ પેલેસનારાજવી ઠાઠ એક વખત તો જોવા જેવા છે જ.
10 મોટા સ્યૂટ રૂમ (શાહી રૂમ) જે રોઝ ગાર્ડન અને ફુવારા ફેસિંગ છે. આ રૂમમાં ડ્રેસિંગ રૂમ બાથરૂમ ડાઈનિંગ સ્પેસ અને બેડરૂમ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યાં છે.
આ સીવાય અહીં 14 જેટલાં નોર્મલ રૂમ પણ છે. આ રૂમનું ભાડું 3000થી શરૂ થાય છે જ્યારે શાહી રૂમનું ભાડું 8500ની આસપાસ છે.
પટોડી પેલેસમાં સર્વીસથી માંડીને વ્યુ દરેકમાં આપને રાજવી ઠાઠનો અનુભવ થશે. ફિલ્મોની શૂટિંગ માટે આ જગ્યાનો ખાસ ઉપયોગ થાય છે તેમજ સામાન્ય નાગરીકો માટે પણ અહીં રહેવું સરળ છે તેથી આપ જો આ રાજવી ઠાઠનો અનુભવ કરવા ઈચ્છતા હોવ તો અહીંની મુલાકાત લઈ શકો છો.
19મી સદીમાં નવાબ ખાને પોતાની પત્નીમાટે બનાવેલો આ મહેલ આજે હરિયાણાની મુલાકાતે આવેલાં ઘણાં ઈતિહાસ પ્રેમી ટુરિસ્ટ્સનું ઉતારા માટેનું મનપસંદ સ્પોટ છે.