Rich & Famous
Relationship
Travel
Health & Food
Fashion & Beauty
Style
Wellness
Science/Technology
Recipes
Love & Sex
મલ્ટિ મીડિયાએ ઇ-પુસ્તકોને રસપ્રદ બનાવ્યા
Herry Mccrain
| Jul 07, 2012, 22:56PM IST

ઇ- પુસ્તકોના જગતમાં બીજી ક્રાંતિ થઇ રહી છે. ૨૦૦૭માં એમેઝોનનું પ્રથમ ઇ-પુસ્તક કિંડલમાં બધું જ શબ્દો સાથે સંબંધિત હતું. નવી રજુઆતમાં ચિત્રો અને ઓડિયો, વીડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષના ઘણા શ્રેષ્ઠ ઇ-પુસ્તકોમાં વાચવાની સારી સામગ્રીની સાથે મલ્ટિ મીડિયાની ભેટ પણ સામેલ છે.
એમેઝોનના કિંડલ ટચ, બાન્ર્સ એન્ડ નોબલના નુક સિંપલ ટચ જેવા મોનોક્રોમ ઇ-રીડર્સ સાદા શબ્દોની સાથે અનેરો છે પરંતુ કિંડલ ફાયર, ધ નુક ટેબલેટ અને એપલના આઇ પેડ સહિત કલર સ્ક્રીન ટેબલેટ અને ઇ-રીડર્સ પર નવા પુસ્તકો વાંચવા, જોવાનો યાદગાર અનુભવ છે. નવો આઇપેડ પ્રથમ ઇલેકટ્રોનિક રીડિંગ ગઝિમો છે જે કાગળ પર જુની શાહીની સ્પષ્ટ ઇમેજનો મુકાબલો કરી શકે છે.
બાળકોનાં પુસ્તકોથી માંડીને રેફરન્સ, આર્ટ અને બેસ્ટ સેલર પુસ્તકોના પ્રકાશક આ ક્ષેત્રમાં શક્યતાઓ ચકાસી રહ્યા છે. મલ્ટિ મીડિયા પુસ્તકોની સ્પર્ધામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાના ઇ-પુસ્તકનું ખાસ રીતે આઇ-પેડ માટે બનાવાયેલું સંસ્કરણ ધ્યાનાકર્ષક છે. વ્હાઇટ હાઉસના બગીચા પર કેન્દ્રિત ૮૩૨ રૂપિયાના ઇ-પુસ્તકમાં ૧૬૬૫ રૂપિયાની કિમતના હાર્ડ કવરની સરખામણીમાં ફોટા વધુ છે. તેમાં વીડિયો, ઝૂમ કરનાર નકશા, ઇન્ફો ગ્રાફિક, ક્વિઝ અને એક કોયડો પણ છે. ચાલુ વર્ષના ગત ત્રિમાસિક સમયગાળામાં અમેરિકી પ્રકાશકોએ ઇ-પુસ્તકોના વેચાણના મામલામાં હાર્ડ કવરના પુસ્તકોને પાછળ ધકેલી દીધા છે.
મે માં આવેલા ૭૭૬ રૂપિયાના લિયોનાર્ડો ધ વિંચી- એનોટોમીમાં મહાન ચિત્રકારના ૨૬૮ પેઇન્ટિંગ્સ છે. સાથે જ વિંચીની વ્યાખ્યા વાંચી શકાય છે. ડ્રોઇંગની સાથે વીડિયો કોમેન્ટ્સ પણ ચાલે છે. લિયોનાર્ડો એક હાથમાં એક મ્યુઝિયમ હોવાનો અનુભવ કરાવે છે. આકર્ષક ફીચર હોવાછતાં લો રિઝોલ્યુશનના ૬ ઇંચના સ્ક્રીનના નુક અને કિંડલ ઇ-રીડરનું આઇપેડ સાથે સ્પર્ધા કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. અમેરિકન ગ્રોનની કિંડલ ફાયર આવૃત્તિમાં ફોટા અને ટેક્સ્ટ પ્રભાવહીન દેખાય છે. આઇપેડના વીડિયો અને ઇન્ટરએક્ટિવ ફીચર્સ પણ તેનામાં નથી.






