વ્યક્તિના éદયમાં માતાનું વિશેષ સ્થાન હોય છે. હવે બે નવા અભ્યાસો દર્શાવે છે કે તમારી માતા તમારા મગજ પર પણ અનોખી અસર ધરાવે છે.
કેનેડિયન અભ્યાસમાં જણાયું હતું કે માતાના ચહેરાની ઝલક વ્યક્તિના મગજના કોષોને ઉત્તેજિત કરે છે, જ્યારે અમેરિકન અભ્યાસે દર્શાવ્યું હતું કે માતાનું આલિંગન અથવા ફોન કોલ ઉત્તેજિત તંતુઓને શાંત પાડે છે.
કેનેડિયન અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોએ સ્વયંસેવકોને તેઓના વાલી, અજાણ્યા લોકો અને હસ્તીઓના ફોટોગ્રાફસ બતાવીને તેઓની મગજની પ્રવૃત્તિ માપી હતી. તેમાં જણાવ્યું હતું કે વ્યક્તિની માતાની તસવીરથી ઓળખ અને લાગણીના ચાવીરૂપ વિસ્તારો ‘પ્રજવલિત’ થાય છે, જ્યારે પિતાની તસવીરથી તેનાથી ઓછો પ્રતિભાવ મળે છે અને હસ્તીઓ તથા છેલ્લે અજાણ્યાઓની તસવીરોથી એનાથી પણ ઓછો પ્રતિભાવ મળે છે.
સંશોધનનું નેતૃત્વ કરનાર ડૉ. મારિ અસૉલિડોઉએ કહ્યું હતું, ‘જે પુખ્તો તેઓના વાલીઓથી ઘણાં વર્ષોથી દૂર રહેતા હોવા છતાં તેઓના મગજમાં આ સક્રિયતા જોવા મળી હતી, જે સૂચવે છે કે તે લાંબા ગાળાની અસર છે.’
અમેરિકન અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ વસ્કિોિન્સન મેડિસનના સંશોધકોને જણાયું હતું કે માતાના અવાજનો ધ્વનિ-ફોન કોલ કે આલિંગન-ઉત્તેજિત મજજાતંતુઓને શાંત પાડે છે. આ અભ્યાસમાં માતા-બાળક સંબંધમાં ભૂમિકા ભજવવા માટે જાણીતા હોર્મોન ઓિકસટોસિનની ભૂમિકા તપાસવામાં આવી હતી.
તેઓના અભ્યાસ માટે સંશોધકોએ ૭થી ૧૨ વર્ષની છોકરીઓનું જુથ બનાવ્યું હતું અને તેઓમાં તનાવ ઉત્પન્ન કરતા અજાણ્યાઓની સામે તેઓને બોલવા અને વિવિધ ગાણિતિક કોયડાઓને ઉકેલવા જણાવ્યું હતું. ત્યારબાદ ૩૩ ટકા છોકરીઓને તેઓની માતાઓએ આલિંગન આપ્યું હતું, જ્યારે અન્ય ૩૩ ટકા છોકરીઓએ ફોન પર તેઓની માતાઓ સાથે વાત કરી હતી અને બાકીની છોકરીઓને ફિલ્મ બતાવાઈ હતી.
પોતાની માતાને જોનાર કે માતા સાથે વાત કરનાર છોકરીઓમાં ઓિકસટોસિનનું સ્તર ઝડપથી વધ્યું હતું અને એક જ કલાકમાં વાત કરનાર છોકરીઓ માતાને ભેટનાર છોકરીઓ જેટલી જ શાંત થઈ ગઈ હતી. સંશોધક લેસ્લી સેલ્ટ્ઝરે કહ્યું હતું, ‘આ પરિણામોથી સ્પષ્ટ છે કે માતાનો અવાજ આલિંગન જેવી જ અસર ધરાવી શકે છે, ભલેને ત્યાં
ન હોય.’