બીએસ.સી, બી.ટેક, બેચલર્સ ઇન બાયોટેક્નોલોજી, પાંચ વર્ષનો એમટેક કોર્સ, એમ.એસસી., એમ્.એસ.સી એગ્રીકલ્ચર-બાયો ટેક્નોલોજી, પી.એચડી, એમ.વી.સાયન્સ- એનિમલ બાયોટેક્નોલોજી, વેટનરી બાયોટેક્નોલોજીમાં એમ.એસ.સી. અથવા એમ.વી.સાયન્સ, મરીન બાયો ટેક્નોલોજી સાથે એમ.એસ.સી., બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં એમ.ટેક વગેરે. આઇઆઇટી દિલ્હી અને ખડગપુરમાં પાંચ વર્ષનો ઇન્ટેગ્રેટેડ એમ.ટેક પ્રોગ્રામ પણ ઓફર કરાય છે.
યોગ્યતા - આ માટે પ્રાથમિક સ્તરે વિજ્ઞાન પ્રવાહમાં તમે ભણ્યા હો તે જરૂરી છે. ફિઝીક્સ, એગ્રીકલ્ચર, કેમિસ્ટ્રરી, બાયોલોજી વગેરેનો અભ્યાસ ઇન્ટરમિડીયેટ સ્તરે-શાળામાં કર્યો હોય તો બી.ટેકમાં જોડાઇ શકાય. ભારતમાં કેટલીક યુનિવર્સિટીઝમાં ૧૨મા ધોરણ પછી બાયોટેક્નોલોજીમાં બીએસસીની ડિગ્રીમાં જોડાવાના પણ વિકલ્પો છે. અથવા તો ૧૨મા ધોરણના સ્તરને સમાન પરીક્ષાઓ ફિઝીક્સ,કેમિસ્ટ્રરી, મેથેમેટિકસમાં આપી હોય તો પણ અહીં પ્રવેશ મળી શકે છે. કોઇપણ સાયન્સ, એન્જિનિયરિંગ ટેક્નોલોજી, મેડિકલ વગેરે કર્યા પછી બાયોટેક્નોલોજીમાં માસ્ટર્સ કરી શકે છે. તમારો એપ્ટિટ્યૂડ અને આવશ્યકતા મુજબ તમારે વિકલ્પ પસંદ કરવાનો રહે છે. પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ અને પીએચડીના વિકલ્પો તો છે જ.
આઇઆઇટી દિલ્હી અને ખડગપુરમાં ઓફર થતા એમટેકના કોર્સમાં જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ - જીઇઇ આપીને પ્રવેશ શક્ય છે. આ પરીક્ષા ૧૨મા ધોરણ પછી અથવા તે સ્તરની પરીક્ષા પાસ કરી હોય તે વિદ્યાર્થી આપી શકે છે, જેમાં ફિઝીક્સ, કેમિસ્ટ્રરી અને મેથેમેટિકસ વિષયો હોવા જરૂરી છે. આઇઆઇટીમાં પ્રવેશ માટે જીઇઇ પાસ કરવું જરૂરી છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ન્યુ દિલ્હી, એઆઇઆઇએમએસ, જાદવપુર યુનિવર્સિટી, કોલકત્તા અને આન્ના યુનિવર્સિટી પણ એમ ટેકના કોર્સિઝ ઓફર કરે છે.
મેરીટને આધારે તેમને બીઇ કે બી ટેકમાં પ્રવેશ મળી શકે છે. જીઇઇ આપીને આઇઆઇટીમાં પ્રવેશ મળે છે તો અન્ય સંસ્થાનોની પોતાની આગવી પ્રવેશ પરીક્ષા હોય છે. આ ઉપરાંત કેટલાંક સંસ્થાનો જીઇઇને પણ માન્યતા આપે છે. એમએસસી કે એમટેકમાં પ્રવેશ લેવા માટે જેએનયુ દિલ્હી ઓલ ઇન્ડિયા કમ્બાઇન્ડ એન્ટ્રન્સ એકઝામ પાસ કરવાની રહે છે જ્યારે આઇઆઇટીમાં ચાર સેમિસ્ટરના એમટેકમાં પ્રવેશ માટે ગેટની પરીક્ષાનો સ્કોર અનિવાર્ય છે.
કારકિર્દીનાં વિકલ્પો : આ -ક્ષેત્રે સવાઁગી વિકાસ થઇ રહ્યો છે અને માટે જ વિપુલ પ્રમાણમાં વિકલ્પો ઉપલબ્ધ છે. તમે રિસર્ચ સાયિન્ટસ્ટ, માર્કેટિંગ મેનેજર, સાયન્સ રાઇટર, બાયોઇન્ફોર્મિસટ્સ, કવોલિટી કંન્ટ્રોલ ઓફિસર, ફૂડ-કેમિકલ કે ફાર્મા ઉદ્યોગોમાં પ્રોડક્શન ઇન્ચાર્જ , પ્રાધ્યાપક તરીકે કામ કરી શકો છો. અહીં આ ક્ષેત્ર સિમિત નથી, તમે વેન્ચર કેપિટાલિસ્ટ-એનાલિસ્ટ બનીને સેફટી કે એનવાયરમેન્ટને લગતું કામ પણ કરી શકો.
બાયોટેક્નોલોજી કંપનીમાં કોર્પોટેર એક્ઝિકયુટિવ્ઝની પણ માંગ હોય છે. બાયોટેક્નોલોજીના ગ્રેજ્યુએટને સરકારી ક્ષેત્રે યુનિવર્સીટી, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પ્રાઇવેટ સેન્ટરમાં કામ મળી શકે છે. બાયોટેકનોલોજિસ્ટ બન્યા પછીનાં કેટલાંક જોબ ટાઇટલ્સમાં લેબ ટેક્નિશિયન, રિસર્ચ એસોસિયેટ, રિસર્ચ સાયિન્ટસ્ટ, કેમિકલ-ઇલેક્ટ્રિકલ-એનવાયરમેન્ટલ-ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર, બાયોટેકનિકલ કંપનીમાં સેલ્સ રિપ્રેઝન્ટેટીવ-માર્કેટિંગ હેડ વગેરેનો સમાવેશ થાય છે.
આવક - તમારી આવડત, શૈક્ષણિક લાયકાત, સંશોધનોમાં આગળ પડતો હિસ્સો, જે તે સંસ્થાન જ્યાંથી તમે બાયોટેક્નોલોજી ભણ્યા હો તેની પ્રતિષ્ઠા વગેરેને આધારે તમારી આવક નક્કી થતી હોય છે. કોર્પોરેટ લેવલમાં તાજા જ આઇઆઇટી ગ્રેજ્યુએટને વાર્ષિક ૮૦-૮૫ હજાર જેટલો પગાર મળી શકે છે. તો અન્ય યુનિવર્સિટીમાંથી બાયોટેકમાં બેચલર્સ ડિગ્રી મેળવનારાને વર્ષે ૬૦-૭૫ હજાર જેટલી કમાણી થઇ શકે છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામના પ્રકારને આધારે આવક નક્કી થાય છે. અહીં આગળ પડતું કામ કરનારાઓ માટે વિદેશમાં પણ કામની બહોળી તકો હોય છે.