Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Science & Technology
 

Hackingની વધતી ઘટનાઓ, કરો ઓનલાઇન બેકઅપ તૈયાર

 
Source: Sci & Techno Desk   |   Last Updated 7:36 PM [IST](02/02/2012)
 
 
 
 
 
હાર્ડ ડ્રાઇવ ક્રેશ તો લેપટોપ ચોરી થઇ શકે છે, પરંતુ તમે તમારા ડેટાને આવી કોઇ દુધટર્નાથી બચાવી શકો છો. આના માટે ઓનલાઇન બેકઅપ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ છે.

ADrive
www.adrive.comપર્સનલ યુઝ માટે આ ૫૦ જીબી ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. સાઇન અપ અને વેરિફિકેશનની પ્રક્રિયા પછી યૂઝર્સ વેબ ઇન્ટરફેસ દ્વારા ફાઇલ એડિટ કે સ્ટોર કરી શકે છે. વેબ બેઝ ઇન્ટરફેસ હોવાના કારણે તે બધા પ્લેટફોર્મ પર ચાલે છે. ફાઇલ મેનેજર વિન્ડો દ્વારા ફાઇલ સરળતાથી સર્ચ કરી શકાય છે. તે અપલોડ અથવા એડિટ કરેલી ફાઇલની હિસ્ટ્રી પણ સરળતાથી સેવ કરે છે.

Badongo
www.badongo.com

સ્ટોરેજની સુવિધા આપે છે, પરંતુ તેમાં ઘણા પેંચ છે. ફ્રી યુઝર્સ એક દિવસમાં ૪.૮ જીબીથી વધારે ડેટા ડાઉનલોડ નથી કરી શકતા. ડાઉનલોડિંગની સ્પિડ પણ ૫૦૦ કેબીપીએસ જ છે. ફાઇલના પ્રકારના આધારે ડેટા સ્ટોર કરી શકાય છે. વેબ ફાઇલ મેનેજરની મદદથી ડેટાને વ્યવસ્થિત રીતે સ્ટોર કરી શકીએ છીએ.

Box
www.box.com
આ સાઇન અપના આધારે ૫ જીબીથી ૫૦ જીબી સુધીની ડેટા સ્ટોરેજની સુવિધા આપે છે. જો તમે ડેસ્કસ્ટોપથી સાઇન અપ કરો તો ૫ જીબી વધારે અને તમે ફ્રી આઇપેડ સોફટવેરથી સાઇન અપ કરી રાા હો તો ૫૦ જીબી સુધીનો ડેટા સ્ટોર કરવાની સ્પેસ મળે છે. સોફટવેરની મદદથી કન્ટેન્ટ અપલોડ કરવા ઉપરાંત ફાઇલ શેયર પણ કરી શકાય છે. તે ઇમેલ દ્વારા ફાઇલ કે લિંક શેયર કરવાની સુવિધા પણ આપે છે.

dropbox
www.dropbox.comકન્ટેન્ટના એસેસના રીતે જોવા જઇએ તો ખૂબ જ સારી સાઇટ છે. અહીં સ્ટોરેજ ડેટાને યૂઝર મોબાઇલમાં ડાઉનલોડ એપ્પ દ્વારા જોઇ શકાય છે. આ સાઇટ શરૂઆતમાં ફકત ૨ જીબીની સ્પેસ ફ્રીમાં આપે છે. પરંતુ વધારાની બીજી સ્પેસ મેળવવા માટે યૂઝર્સને કરવા પડે છે. પીસી પર રાખવામાં આવેલું ડ્રોપ બોકસ ફોલ્ડર જાતે જ સ્ટોર ફાઇલને અપડેટ કરે છે.

Microsoft Sky Drive
http://skydrive.live.comસ્કાયડ્રાઇવ ૨૫ જીબીની ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. તે વિન્ડો એકસપ્લોરરની જેમ કેટલુંક કામ કરે છે. અહીં બધા ફોલ્ડર જમણી બાજુ જોવા મળે છે. આ સોફટવેર દ્વારા ડેટા કે ફાઇલ અપડેટ કરવાની કે એડિટ કરવાની સુવિધા આપતું નથી. ઓફિસ ડોકયુમેન્ટ સીધા જ સેવ થઇ જાય છે. બાકીનાને ડ્રેગ કરીને બનાવેલા ફોલ્ડરમાં નાખવા પડે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.