Rich & Famous
Relationship
Travel
Health & Food
Fashion & Beauty
Style
Wellness
Science/Technology
Recipes
Love & Sex
પાસપોર્ટ ફોટો ‘પડાવો’, ઘેરબેઠાં!
Sci & Techno Desk
| Jul 07, 2012, 17:44PM IST

અચ્છા ધારો કે તમારે અમેરિકા સિવાયના કોઇ દેશ ધારો કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએઇ, દક્ષિણ આફ્રિકા વગેરેમાંથી કોઇ દેશ માટે વિઝા ફોર્મના લીગલ ફોટોગ્રાફ્સ પડાવવા છે અને ગામમાં કહે છે કે એ બધામાં શો તફાવત હોય એની અમને ખબર નથી, ત્યારે? તો જનાબ, ત્યારે આપણે જવું પડે ‘મેઇકપાસપોર્ટફોટો’ (www.makepassportphoto.com) નામની વેબસાઇટ પર. આ સાઇટ કોઇપણ જાતની ફી કે ઇવન રજિસ્ટ્રેશન વિના જ વિશ્વના કોઇપણ દેશના વિઝા માટેના વેલિડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ બનાવી આપે છે.
તમારે માત્ર તમારા કમ્પ્યુટરમાંથી પાસપોર્ટ ફોટોગ્રાફ માટે ચાલે તેવો ફોટોગ્રાફ આ સાઇટ પર અપલોડ કરીને જોઇતી સાઇઝ સિલેકટ કરી લેવાની. થોડી વારમાં આઠ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફની આખી શીટ ડાઉનલોડ માટે તૈયાર હશે. આ શીટ એકદમ હાઇ રઝિોલ્યૂશનમાં સારા કાગળ પર પણ પ્રિન્ટ કરી શકાશે.‘






