Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

સ્વસ્થ રહેવાની ફોર્મ્યુલા

 
Source: Pahelu Sukh, Tiven marwah   |   Last Updated 2:54 AM [IST](24/09/2010)
 
 
 
 
 
જીવનશૈલી પરિવર્તન દ્વારા ‘સ્વસ્થ રહો’ એ અંગે ગયા અંકમાં આપણે આહાર પરિવર્તન, વ્યવહાર પરિવર્તન અને કસરતની ચર્ચા કરી. આ અંકમાં સ્વસ્થ રહેવા માટે બીજા અગત્યના મુદ્દાઓ જેવા કે તણાવમુક્તિ અને સમય ફાળવણી વિશે વાત કરીશું અને તેમને કઇ રીતે અમલ કરી શકાય એ સમજીશું.

તણાવમુક્તિ: માનસિક તણાવ અનેક આધુનિક બીમારીઓનો જન્મદાતા છે. તણાવમુક્ત જીવન સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. અનેક પ્રયોગો તણાવમુક્ત જીવન માટે મદદરૂપ થઇ શકે:

- સંગીત સાંભળવું અથવા જાતે સંગીત વગાડવું.

- ધાર્મિક, આધ્યાત્મિક અથવા ક્રિએટિવ અને પ્રેરણારૂપ સારું વાંચન કરવું.

- વિનોદવૃત્તિ અને હાસ્ય માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

- ‘સેવાકાર્ય’ પછી તે કોઇ સંસ્થાના માધ્યમ દ્વારા અથવા વ્યક્તિગત રૂપે કરી શકાય. તણાવમુક્તિ અને આત્મસંતોષ માટે આ પ્રવૃત્તિ ખૂબ જ ઉપયોગી થઇ શકે.

- આધુનિક જીવનમાં સમયપાલનનો અભાવ માનસિક તણાવનો સૌથી મોટો પુરસ્કર્તા છે. પ્રોજેક્ટ્સ, ડેડલાઇન્સ, ટાર્ગેટ્સ, હરીફાઇ વગેરે માનસિક તાણ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય પ્લાનિંગ અને શિસ્ત દ્વારા ‘સમયપાલન’નો સ્ટ્રેસ ઓછો કરી શકાય છે.

- દરેક વ્યક્તિએ કોઇ ન કોઇ ‘હોબી’ અથવા શોખ કેળવવો જોઇએ. આ ‘હોબી’ લેખન, વાંચન, સંગીત, ‘પેટ એનિમલ’ રાખવું, કોઇ ‘કલેક્શન’ કરવું કંઇ પણ હોઇ શકે. આ ‘હોબી’ વ્યક્તિને સક્રિય અને આનંદમય રાખવામાં ખૂબ ઉપયોગી થઇ શકે.

- સારા મિત્ર હોવા કે જેમની સાથે પોતાના સારા નરસા અનુભવો શેર કરી શકાય તે તણાવમુક્તિ માટે ખૂબ ઉપયોગી થઇ શકે.

- ધાર્મિક અથવા આધ્યાત્મિક વાંચન, કથન અથવા પઠન તણાવમુક્તિ માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે.

સમય ફાળવણી: આપને થશે કે આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે આટલો સમય કોની જોડે છે? યોગ્ય પ્લાનિંગ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી શક્ય છે. ઊંઘના સાત કલાક, જોબ કે બિઝનેસના ૧૦-૧૧ કલાક તથા દિનચર્યાના બે કલાક ગણવામાં આવે તો પણ વ્યક્તિ પાસે દરરોજના ચાર કલાક બચે છે. તેમાંથી બે કલાક વ્યક્તિ સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓ પાછળ ફાળવી શકે અને વધારે સ્વસ્થ તથા સક્રિય રહીને બાકીના સમયનો પણ સારો ઉપયોગ કરી શકે.

અઠવાડિયામાં રોજના બે કલાક પ્રમાણે ૮૪૦ મિનિટ અથવા ૧૪ કલાક આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે, જાળવણી માટે ઉપયોગમાં લઇ શકાય. દરેક પ્રવૃત્તિ દરરોજ કરવી જરૂરી નથી. તેને સાપ્તાહિક કેલેન્ડરમાં વહેંચી શકાય. આ ૧૪ કલાકમાં પાંચ કલાક (રોજના એક કલાક પ્રમાણે અઠવાડિયાના પાંચ દિવસ) શારીરિક કસરત માટે ફાળવી શકાય, એક કલાક સેવાકાર્ય માટે આપી શકાય, બે કલાક કોઇ ‘હોબી’ પાછળ આપી શકાય, ત્રણ કલાક વાંચન અથવા ટી.વી. ઉપર કોઇ સારો કાર્યક્રમ જોવા માટે આપી શકાય, બે કલાક કોઇ સામાજિક સંસ્થા અથવા મિત્રને મળવા માટે આપી શકાય. આ સમય ફાળવણી પોતાના રસ અને દૈનિક કાર્યને ધ્યાનમાં રાખી ગોઠવી શકાય. આ સમય ફાળવણી પોતાના રસ અને દૈનિક કાર્યને ધ્યાનમાં રાખી ગોઠવી શકાય. એકવાર આદત બન્યા પછી આ જીવનશૈલી સ્થાપિત થઇ જાય છે અને તેને કરવું આસાન થઇ જાય છે.

સ્વસ્થ્ય જીવનશૈલી વિકસાવવાના આ સરળ અને સચોટ ઉપાયો છે. તકલીફો થયા પછી તેને નિવારવા માટે જ નહીં, પરંતુ તકલીફ થતી અટકાવવા માટે આ પ્રયોગ તેટલા જ ઉપયોગી અને કારગત છે. આવશ્યકતા છે ફક્ત એકવાર તેમને અજમાવવાની. ‘પ્લાનિંગ, પ્રોગ્રામિંગ અને પર્સિસ્ટન્સ’ દ્વારા આ સ્વસ્થ જીવનશૈલી કેળવી અને જાળવી શકાય છે. ચાઇનિઝ કહેવત છે: ‘ઉત્તમ ડોક્ટર બીમારીઓને થતી અટકાવે છે, મધ્યમ ડોક્ટર બીમારીઓ થયા પછી તેમનો ઇલાજ કરે છે, પરંતુ તેમને દવા વગર મટાડે છે અને કનિષ્ઠ ડોક્ટર બીમારીઓ થયા પછી તેમનો ઇલાજ કરે છે અને તેમને દવા દ્વારા મટાડે છે.’

દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે પણ આ ત્રણ તબક્કા છે. ઉત્તમ એટલે કે બીમારી થતી અટકાવવી, મધ્યમ એટલે કે બીમારી થવી, પરંતુ દવા વગર મટાડવી અને કનિષ્ઠ એટલે બીમારી થવી અને તેમને દવા દ્વારા મટાડવી.

ચાલો, ‘Be healthy. Be happy’ આ ફોર્મ્યુલા અપનાવીએ. આપના અનુભવો અને પ્રતિસાદ ‘કળશ’ને અથવા મને મોકલવા વિનંતી.

tiven.marwah@gmail.com

પહેલું સુખ, ડૉ.. તિવેન મારવાહ,(એન્ડોક્રાઇનોલોજિસ્ટ)
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.