Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

ચોમાસામાં મકાઇ

 
Source: Panchmo Ved, Vaidhya Prerak Shah   |   Last Updated 12:30 AM [IST](18/08/2010)
 
 
 
 
 
‘મીતુડી ક્યાં છો? શું કરે છે?’ મોબાઇલની રિંગ વાગી અને ફોન ઉપાડીને હેલો બોલવા જાય તે પહેલાં જ મીતાને સામેથી તેની ખાસ ફ્રેન્ડ કેતાનો અવાજ સંભળાયો.

‘કેટી, લો ગાર્ડન મકાઇની લારી પર ઊભી છું. મસ્ત ચીઝ મકાઇ ઓર્ડર કરી છે. તું ક્યાં છો? જલદી આવી જા. ગરમ ગરમ મકાઇ ખાવાની મજા પડશે. આવે છે ને! હું તારા માટે પણ ઓર્ડર કરી દઉં છું. મકાઇ ખાધા પછી મારી ફેવરિટ ભાજીપાઉં ખાવાનો વિચાર છે. દસ મિનિટમાં પહોંચ. ચલ બાય.’ બારમી મિનિટે કેતા અને મીતા ગરમાગરમ મકાઇ ખાતા હતાં. અઠવાડિયામાં ચાર-પાંચ દિવસ, દરરોજ સાંજે મકાઇની લારી તેમની મળવાની જગ્યા હતી.

‘ગઇકાલે શું થયું ખબર છે તને? કાલે તન્વીને રાત્રે પેટમાં બહુ દુ:ખાવો ઉપડેલો. પછી રાત્રે ડોક્ટરને ઘરે બોલાવવા પડેલા. દવાઓ આપી અને ઇન્જેકશન પણ. પછી દુ:ખાવો ઓછો થયો. મને એણે સવારે ફોન કરેલો. આજે તો એ કોલેજ પણ નહોતી આવી. એના ડોક્ટરે એને બટાકાં, વાલ, ચણા, વટાણા, મકાઇ ખાવાની ના પાડી દીધી છે. ડોક્ટર કહે છે કે મકાઇ બટાકા વધારે ખાઓ તો ગેસ થાય. મને તો કંઇ થતું નથી. હું તો દર અઠવાડિયે ચાર-પાંચ દિવસ મકાઇ ખાઉં છું. અત્યારે તો ચારે બાજુ મકાઇ મસ્તી અને કોર્ન કાનિgવલના નામે બધી રેસ્ટોરાંમાં મકાઇની વાનગીઓ પીરસાય છે આઇ લવ ઇટ.’

‘કેટી, પણ એ ડોક્ટરની વાત પણ સાચી છે. મકાઇ શક્તિ આપનાર છે, પણ બધુ લિમિટમાં હોય તો સારું. મને પણ વધારે મકાઇ માફક આવતી નથી. મને પણ મકાઇથી ગેસ થાય છે. એમાં પણ આપણે ચીઝ મકાઇ કે બટર મકાઇ ખાઇએ છીએ તે પચવામાં બહુ ભારે પડે. એકચ્યુઅલી, મકાઇ એકલી શેકીને કે બાફીને ખાઇએ તો શરીર ઉતરે, વજન ઘટે, પણ હવે તો આપણે તેમાં પણ ભારોભાર બટર, ચીઝ ઉમેરી દઇએ છીએ. પછી વજન ઉતરવાને બદલે વધી જાય છે. બીજું, મકાઇ પચવામાં થોડી ભારે છે, ચોમાસામાં ખાસ. અત્યારે ભેજવાળી હવામાં આમ પણ બધાનો અગ્નિ મંદ થઇ ગયો હોઇ જમવામાં કંટ્રોલ રાખવો સારો. યુ નો, મારાં મમ્મી તો ચાતુમૉસ કરે છે. સળંગ ચાર મહિના એક જ વાર જમવાનું, સાંજે જમવાનું નહિ. તને તો ખબર જ છે કે એમની હેલ્થ એકદમ સરસ રહે છે.’

‘મીતુ, મારી ભાભી પણ આખો શ્રાવણ માસ કરે છે. મને તો એમની સાથે મજા પડી જાય છે. રોજ કાતરી, દૂધનો હલવો કે ચકરી, પેંડા એવું કશુંક તો હોય જ. હું તો સાબુદાણાની ખીચડી પણ લઇ આવું છું. અહીં ચાર રસ્તે તેની લારી ઊભી જ હોય છે. આપણને તો આવા ઉપવાસમાં જલસા થઇ જાય છે. બે કિલો વજન વધી જાય મારું તો.’

‘કેટી, ખરેખર તો આ ચાતુમૉસના દિવસોમાં ઉપવાસનું મહત્વ છે. જૈનોમાં પણ ચાતુર્માસનો ઉપદેશ છે. મુસ્લિમોના રોજા પણ આ જ સમયગાળામાં આવે છે. લગભગ દરેક ધર્મમાં આ સમયને ધાર્મિક ઉપાસનાનો સમય બતાવીને, ખોરાક પર નિયંત્રણ કરવાનું બતાવ્યું છે. બને તેટલા ઉપવાસ કરવા, ગરમ પાણી કે સૂંઠનું પાણી પીવું, મગનું પાણી લેવું અને પચવામાં ભારે વસ્તુઓ ન લેવી, વાયુ વધે તેવું ખાવું-પીવું, નહિ અતિશ્રમ કે અતિ કસરતો ન કરવી વિહાર કરવો નહિ (અતિ ચાલવાથી પણ વાયુની વૃદ્ધિ થાય છે) ગરમ જ જમવું, ઠંડું કે વાસી ખાવું નહિ. આ બધા ચાતુમૉસના નિયમો સરવાળે તો આપણી હેલ્થ માટે જ છે. ચોમાસાના ચાર મહિના વાયુ વધારનાર છે અને પાચન બગાડનારા છે. એથી સાદી સમજ બધાને હોય છે, પણ તારાં જેવી ફ્રેન્ડ્સના લીધે હું પણ કંટ્રોલ કરી શકતી નથી અને આ તારી સાથે મકાઇ ખાવા બેસી ગઇ છું. કાલથી દરોરજ મકાઇ ખાવાની બંધ ઓ.કે.?‘


પાંચમો વેદ, વૈદ્ય પ્રેરક શાહ

prerakayu@hotmail.com
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.