મિસ યુનિવર્સ કોમ્પિટિશનમાં વિજેતા બનેલી મેક્સિકન બ્યુટી જિમેના કહે છે કે કોન્ફિડન્સ અને પોઝિટિવ એટિટયૂડે તેનેવિશ્ચ સુંદરીનોખિતાબ અપાવ્યો
આજે ઘણી મલ્ટીનેશનલ કંપનીઝની સીઈઓ મહિલાઓ છે, તેનું કારણ છે તેમની મેજિક પર્સનાલિટી. વાત જ્યારે વિશ્ચ જીતવાની હોય ત્યારે મહિલાઓ પણ પુરુષો કરતાં આગળ નીકળી ગઈ છે, કારણ કે તેની બોડી લેંગ્વેજ વધુ સંતુલિત અને પ્રભાવિત હોય છે. હાલમાં એક અધ્યયનમાં આ વાત જાણવા મળી છે.
કોલંબિયા યુનિવર્સિટીમાં ૧૨૦૦ લોકો પર કરવામાં આવેલા રિસર્ચના આધારે વિજ્ઞાનીઓનું કહેવું છે કે છોકરીઓના ચહેરાના ભાવ, આઈ કોન્ટેકટ, બોડી લેંગ્વેજ અને ડ્યુઅલ વર્કિંગ તેમને મેજિક પર્સન તરીકે રિપ્રેઝન્ટ કરે છે, જેની અસરથી કોઈ પણ બાકાત રહેતું નથી.
મેજિક પર્સનાલિટીની ક્વીન
મિસ યુનિવર્સ ૨૦૧૦નો એવોર્ડ જીતનારી ૨૨ વર્ષીય જિમેનાને મેજિકલ પર્સનાલિટી ક્વીન કહેવામાં આવી રહી છે. આ સ્પર્ધાની ટેલિકાસ્ટ જજ પેનલમાં જાણીતા એક્ટર, પ્રોડ્યુસર અને લેખક વિલિયમ બોલ્ડવિને જિમેના વિશે એમ કહ્યું હતું કે ‘આ છોકરીનું વ્યક્તિત્વ કોઈ પણ વ્યક્તિને કોમ્પ્લેકસ આપી શકે છે. જ્યારે તે વાત કરે છે ત્યારે તેની વાતો ચારે બાજુ પોઝિટિવ એનર્જી ફેલાવે છે. જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલે ભાગ લઈ રહ્યા હોવ ત્યારે સુંદરતા જ નહિ, એટિટયૂડ પણ જરૂરી હોય છે. આ એટિટયૂડ જજિસે જિમેનામાં જોયો હતો.’
મેજિક પર્સનાલિટી માટે ગર્લ્સમાં હોય છે આ ગુણ
આઈ કોંટેકટ-બોડી લેંગ્વેજ
ફ્લોરિડા યુનિવર્સિટીના પ્રોફેસર મેરી હેનરી કહે છે કે ‘કોઈ પણ વ્યક્તિનું કોન્ફિડન્સ લેવલ તપાસવાની યોગ્ય રીતે તેનો આઈ કોન્ટેકટ છે. છોકરાએ આઈ કોન્ટેકટના સમયે ઝપકી લગાવી દે છે, જ્યારે ગર્લ્સ તેનાથી વપિરીત કરે છે. બોડી લેંગ્વેજની વાત કરીએ તો ફંડામેન્ટલ્સ ઓફ હ્યુમન સાયકોલોજીમાં લખ્યું છે કે બોડી લેંગ્વેજ એ વ્યક્તિના વ્યક્તિત્વનો અરીસો છે. તે વ્યક્તિના પોઝિટિવ અને નેગેટિવ વિચારોને પણ વ્યક્ત કરે છે. આ ગુણ છોકરીઓમાં વધુ સારો જોવા મળે છે.
ભરપૂર ઊર્જા-ડ્યુઅલ વર્ક
ગર્લ્સમાં શરીરનું મેટાબોર્લિમ અને ફેટ સિસ્ટમ છોકરાઓ કરતાં ત્રણ ગણી વધુ સક્રિયતાથી કામ કરે છે. તેથી છોકરીઓ જ્યાં જાય છે ત્યાંના માહોલમાં ઊર્જાનો સંચાર કરે છે. તેનાથી વ્યક્તિત્વ વધુ આકર્ષક બને છે. તો અલગ અલગ બ્રેઇન સ્કેનના માધ્યમથી રસપ્રદ વાત એ જાણવા મળી છે કે છોકરીઓનું મગજ રેસ્ટિંગ સ્ટેટમાં ૯૦ ટકા પ્રવૃત્તિ કરે છે, જ્યારે છોકરાઓમાં આ દર ૭૦ ટકા જ હોય છે. વધુ એક્ટિવ ઇલેક્ટ્રિકલ બ્રેઇનને કારણે છોકરીઓની પર્સનાલિટી છોકરાંઓ કરતાં વિકસિત હોય છે.
સ્થાયિત્વ-ચહેરાના હાવભાવ
કોઈના પણ વ્યક્તિત્વને તેના સ્થાયિત્વ પરથી પારખવામાં આવે છે. ભૂખ, બીમારી, એક્સપોઝર, થાક જેવી કોઈ પણ પરિસ્થિતિમાં છોકરીઓ તેનો સ્વીકાર કરે છે. જ્યારે છોકરાઓ તે સ્વીકારી શકતા નથી. આવામાં છોકરાઓ નકારાત્મક પ્રતિક્રિયા આપવા લાગે છે. જ્યારે છોકરીઓ સકારાત્મક વ્યવહાર જાળવી રાખે છે. ડિફરેન્સ ઇન હ્યુમન કમ્યુનિકેશન નામના પુસ્તકમાં પોતાના વિચારો અને ચહેરાના હાવભાવમાં છોકરીઓ, છોકરાઓ કરતાં ૬૪ ટકા વધુ સારી સાબિત થઈ છે.