આજે આપણે એવી વાતો કરીશું જેના વિશે વ્યક્તિઓ મોટે ભાગે જુઠ્ઠુ બોલી નાખતાં હોય છે. આ મુદ્દે જુઠ્ઠુ બોલવામાં તેમને કંઈ ખોટું પણ નથી લાગતું તેમજ આ તો તેમના રૂટિન લાઈફનો એક ભાગ બની ગઈ છે.
-મૂડલેસ વ્યક્તિને પુછવામાં આવે શું થયું તને? ત્યારે તેનો જવાબ હશે, "im fine just tired"
-જ્યારે લાંબા સમય બાદ કોઈ ફ્રેન્ડનો મેસેજ આવે અને તેને એ વાતનો અનુભવ કરાવવો હોય કે તે લાંબા સમયથી તમારાથી દૂર હતો ત્યારે સામો મેસેજ કરશે, "my numbers got deleted , who this"
-કોઈ ઉધારીપસંદ વ્યક્તિ જ્યારે આપની પાસે પૈસા માંગવા આવશે ત્યારે તે આમ જ કહેશે, "અરે હમણા મદદ કરી દે, જેવી સેલરી આવશે તને તારા પૈસા પાછી આપી દઈશ"
-કોઈ વ્યક્તિ કે જગ્યાથી દૂર ભાગવું હોય ત્યારે, "અરે ખરેખરમાં મને તારો કોઈ મેસેજ મળ્યો જ નથી."
-બાળકને પુછશો તમારુ બધુ જ હોમવર્ક થઈ ગયું, "yes mom, done my homework"
-"અરે આજે મારી તબિયત જરાં ખરાબ છે હું તને નહીં મળી શકું હની, અને પછી ફ્રેન્ડને ફોન કરીને કહેશે, ચલને યાર પાર્ટી કરીએ.. કેટલો ટાઈમ થયો બહાર ગયે."
-ક્યાંય બહાર ન જવાની ઈચ્છા હોય ત્યારે મન ગમતુ બહાનું, "મારી ડેન્ટિસ્ટ સાથે અપોઈન્ટમેન્ટ છે, કે પછી અરે જોબ ઈન્ટરવ્યું માટે જવાનું છે."
-યંગસ્ટર્સનું મનપસંદ જુઠ્ઠું, "you are the first and last one in my life"
-કોઈને નહીં કહું કહીંને આખી ગામમાં ઢંઢેરો પિટતા લોકો હમેશા કહેશે, "ડરીશ નહીં, તારી સિક્રેટ સેફ છે, કોઈને નહીં કહું"
-હજી તો ઘરેથી નીકળ્યાં ન હોય તેમ છતાં હમેશા કહેશે, "Im on my way, But they still didnt leave."
-"I Love You"અને "I miss you"પણ જુઠ્ઠુ બોલવાની લિસ્ટમાં મોખરે આવે છે
-કોઈપણ જગ્યાએ સાઈન કરતા પહેલાં તેની ટર્મ્સ અને કંડિશન ભલે ના વાંચી હોય તેમ છતાં કહેશે, " i ve read the terms and conditions"
-હજી તો અડધે રસ્તે હોય તેમ છતાં જો તમે ફોન કરશો કે,"ક્યાં પહોચ્યો"તો જવાબ મળશે, " I'm almost there"
-કોઈ છોકરીએ જો સારો ડ્રેસ પહેર્યો હોય અને તે તેને કોઈ સાવ નાનકડી દુકાન કે પછી રોડ સાઈડ શોપિંગ કરીને લીધો હોય અને પુછવામાં આવે કે આ ડ્રેસ સારો છે ક્યાંથી લીધો, તો જવાબ મળશે કે "ermmmm oohh i cant remember"
-જ્યારે કોઈના વણજોઈતા કોલથી છુટકારો મેળવવો હોય તો વાત કરતાં કરતાં કહેશે કે, "My Mom is Calling, call u right back"
આપની પાસે આવા કોઈ અન્ય જુઠ્ઠા હોય જે આપ કે આપના મિત્રો રોજબરોજના જીવનમાં બોલતા હોવ તો અમને અહીં ફિડબેક દ્વારા જણાવી શકો છો.