એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ફરી એક વખત રોમેન્ટિંક પ્લેસ બની ગઈ છે આ વેલેન્ટાઈન્સ ડે એટલે કે ગઈકાલે દુનિયાની ઉંચી બિલ્ડિંગમાંથી એક ગણાતી આ બિલ્ડિંગમાં એક લેસ્બિયન કપલે લગ્ન કર્યાં.
અલાસ્કાની આ સૌથી ઉંચી બિલ્ડિંગમાં બે મહિલાઓએ બધી જ ક્રિશ્ચિયન વિધી પ્રમાણે લગ્ન કરી રેકોર્ડ બનાવી લીધો છે.
સ્ટેફની ફિગ્રેલા અને લેલા મેકઆર્થરે એકમેકને રિંગ બદલાવી મંગળવારે વેલેન્ટાઈન્સ ડે ના દિવસે લગ્ન કરી લીધા હતાં.
ફેસબૂક પર ઓનલાઈન 'વિંગ્સ ઓફ લવ' કોન્ટેસ્ટ જીતી તેમણે સૌથી ઉંચી બિલ્ડિંગમાંથી એક ગણાતી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં લગ્ન કરી લીધા હતાં.