કપલ્સને એકબીજાની નજીક લાવવા એક કિસ મહત્વનો ભાગ ભજવે છે. આ આપની ભાવનાઓની અભિવ્યક્તિઓનું માધ્યમ જ નથી પણ આ પ્રેમને વધુ ગાઢ બનાવે છે.
શોધકર્તાઓએ પણ હાલમાં જ કરેલા એક નવા અધ્યયન પ્રમાણે જાણ્યું છે કે, પ્રેમથી કરવામાં આવેલું સ્પર્શ અને કિસ સેક્સ જેટલું જ મહત્વપૂર્ણ છે.
શોધમાં એ પણ જાણવા મળ્યું છે કે, જરૂરી નથી કે તમે એકાંતમાં જ પ્રેમનો એકરાર કરો. ચાલતા-ફરતા કે અચાનક જ પ્રેમનો એકરાર કરવાથી પણ સંબંધો મજબૂત બને છે.
સર્વેમાં 50 ટકા લોકોનું માનવું છે કે સેક્સમાં કિસ અને આલિંગનને તેઓ વધુ મહત્વ આપે છે. એટલે કે સંબંધ બાંધ્યા વગર પણ ઝપ્પી અને પપ્પીથી એક ખુશહાલ સંબંધો સ્થાપી શકાય છે. અને સંબંધોની ઉષ્મા જળવાઈ રહે છે.