શું આપે વિચાર્યું છે કે પ્રેમમાં કોણ કોને વધારે છેતરે છે, પુરૂષ સ્ત્રીને કે પછી સ્ત્રી પુરૂષને? આપ ચોક્કસ એમ વિચારતા હશો કે લોંગટર્મ રિલેશનમાં હંમેશા પુરૂષ સ્ત્રીને જૂઠ્ઠું બોલીને છેતરતો હોય છે પરંતુ હાલમાં બ્રિટનમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગત જાણવા મળી છે કે પુરૂષ કરતાં સ્ત્રીઓ પોતાના પાર્ટનરને જુઠ્ઠું બોલીને વધારે છેતરતી હોય છે. આ સર્વેમાં આવરી લેવામાં આવેલી મહિલાઓમાંથી દર દસમાંથી ચાર મહિલાઓએ કબુલ્યું હતું કે તેમણે પોતાના પાર્ટનરને જુઠ્ઠું બોલીને બેવકુફ બનાવ્યા છે જ્યારે આ પ્રમાણ દર દસ પુરૂષોએ માત્ર ત્રણનું એટલેકે સ્ત્રીઓ કરતાં ઓછું હતું.
આ અભ્યાસમાં 3000 વયસ્કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમાંથી બે તૃતિયાંશ લોકોએ પોતાના પાર્ટનર સિવાય અન્ય કોઈને કિસ કરી હોવા છતાં આ વાત પોતાના પાર્ટનરથી છુપાવી હતી. 55 ટકા જેટલી મહિલાઓએ સ્વિકાર્યું હતું કે તેમને પુરૂષોને પોતાની તરફ આકર્ષવા પસંદ છે.
એકતૃતિયાંશથી વધારે મહિલાઓએ એમપણ સ્વિકાર્યું હતું કે ફ્લર્ટિંગનું પ્રમાણ વધતા કેટલીકવાર તેઓ મર્યાદાભંગ પણ કરી ચુકી હતી. આ સર્વે ઓપેરા નોર્થ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓએ આ સર્વે પોતાના લાઈટ હાર્ટેડ કોમેડી ઓલ વિમેન આર લાઈક ધેટ માટે કર્યો હતો.