R 6,156માં કરો તિરુપતિ, રામેશ્વરના દર્શન - IRCTC annownce tirupati, trip only in 6156 rs - www.divyabhaskar.co.in" /> ફક્ત <span class="r_smb">R</span> 6,156માં કરો તિરુપતિ, રામેશ્વરના દર્શન - IRCTC annownce tirupati, trip only in 6156 rs - www.divyabhaskar.co.in
  Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Travel
 

ફક્ત R 6,156માં કરો તિરુપતિ, રામેશ્વરના દર્શન

 
Source: Travel Desk   |   Last Updated 12:55 PM [IST](17/02/2012)
 
 
 
 
 

મધ્યમવર્ગના પર્યટકોને ધ્યાનમાં રાખી ભારતીય રેલ્વે શિરડી, તિરૂપતિ, રામેશ્વર અને કન્યાકુમારી સુધીના સફરનું એક પેકેજ તૈયાર કર્યું છે 12 દિવસના આ ભ્રમણ માટે દિલ્હીથી ખાસ રેલગાડી ચાલુ મહિનાથી શરૂ થઈ ગઈ છે.


તેમાં દિલ્હી સીવાય જયપુર, ગ્વાલિયર, ઝાંસી અનેભોપાલથી પણ યાત્રીઓ બેસી શકે છે. પેકેજની કિંમત ફક્ત 6156 રૂપિયા છે. જેમાં ભાડું, રહેવું, ફરવું, ચા-નાસ્તો અને જમવાનું પણ શામેલ છે.


રેલ ડિપાર્ટમેન્ટના સાર્વજનિક ઉપક્રમ ઈન્ડિયન રેલ્વે ટૂરિઝમ અને કેટરિંગ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ના ઉત્તર ક્ષેત્રના મેનેજર સંજય કુમાર જૈનના જણાવ્યાં પ્રમાણે, દિલ્હીની સાથે સાથે જયપુર અને ભોપાલના પણ પર્યટકો તરફથી આવા કોઈ પેકેજની માંગણી થઈ રહીં હતી. જેમાં શઇરડીની યાત્રાની સાથે સાથે દક્ષિણ ભારતની પર્યટનનો પણ સમાવેશ થાય.


તેથી તેને ધ્યાનમાં રાખી અમે તિરુપતિ, રામેશ્વરમ, મદુરૈ અને કન્યાકુમારીને જોડી આ ટૂર બનાવી છે.


તેમણે ઉમેર્યું હતું કે, રેલગાડી 19 ફેબ્રુઆરીથી 12 દિવસમાટે અને 25 માર્ચથી પણ 12 દિવસમાટે આ ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીથી રવાના થઈ છે અને તે દિવસથી જ આ ટૂર ચાલુ થઈ છે. તે બાદ તે આગ્રા, ગ્વાલિયર પહોંચશે જ્યાંથી ત્યાના પર્યટકો આ ટૂરનો ભાગ બની શકશે.


આ ટૂરના ચોથા અને પાંચમાં દિવસે પર્યટકો તિરુપતિમાં રહેશે અને છઠ્ઠા દિવસે રામેશ્વરમ પહોંચશે. ત્યાં પર્યટકોને સેતુ બંધ રામેશ્વર અને રામનાથ સ્વામી મંદિરના ભ્રમણ કરવામાં આવશે. સાતમાં દિવસે મદુરૈ પહોંચી જશે.


ત્યાં મીનાક્ષી મંદિરના દર્શન કરાવવામાં આવશે અને બાદમાં કન્યાકુમારી લઈ જવામાં આવશે. આ આખા પેકેજની કિંમત ફક્ત 6,156 રૂપિયા રાખવામાં આવી છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.


જો આ ટૂર સફળ રહેશે તો આઈઆરસીટીસી તરફથી માર્ચ બાદ પણ આગામી મહિનામાં આવા ઘણા ટૂર પેકેજ મધ્યમવર્ગના લોકો માટે રાખવામાં આવશે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.