ચહેરાની સુંદરતાને બમણી કરી દેતી આંખ આપણા શરીરનું અગત્યનું અંગ છે. જેના દ્વારા આપણે આ સુંદર દુનિયાને નિહાળી શકીએ છીએ તેથી આંખની કાળજી એ સૌથી વધુ જરૂરી છે. આંખમાં ઘણાબધાં કારણોસર રોગ થતાં હોય છે. જેમ કે, અપૂરતી ઊંઘ, તણાવ, થાક, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ વગેરે અનેક કારણો જવાબદાર હોય છે. આંખનું સ્વાસ્થ્ય અને સુંદરતા જાળવી રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
આંખ અને તેની આજુબાજુની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એટલે જ ઘણી વાર કોસ્મેટિકનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઇએ. આંખની થોડી કાળજી લો તો તેની સુંદરતા અને જયોતિ જળવાઇ શકે છે.
- રાત્રે સૂતાં પહેલાં આંખની આસપાસની ત્વચાને રિહાઇડ્રેટ જેલથી હળવા હાથે સાફ કરવી અને પછી આઇક્રીમ લગાવીને સૂવું.
- આંખની આજુબાજુ લાઇટ આઇક્રીમ લગાવવું.
- લેનોલીન અને બદામવાળા આઇક્રીમ હોય તો વધારે યોગ્ય રહેશે.
- બદામ આંખની આસપાસના કાળા ડાઘને દૂર કરે છે. આ કુદરતી બ્લીચ છે અને ત્વચાને તેમાંથી શ્રેષ્ઠ પોષણ પર મળી રહે છે.
- કોઇ પણ ક્રીમને આંખની આજુબાજુ વધારે સમય સુધી લગાવી રાખવું આંખ માટે નુકસાનકારક છે.
- ફેસમાસ્ક લગાવો તો આંખની આજુબાજુની ત્વચા પર લગાવવું નહીં.
- આંખ નીચે થતાં કાળા કુંડાળા માટે બનાવવામાં આવતા ખાસ પ્રકારના ફેસમાસ્કનો ઉપયોગ જ કરવો.
- રોજ સવારે ઉઠતાંની સાથે જ ઠંડા પાણીથી આંખ ધોવી. આ ઉપરાંત રાત્રે ત્રિફળા કે લીમડાના પાનને પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણીથી આંખ ધોવાથી આંખની જયોતિ વધે છે.
- સરસિયામાંથી બનાવેલું કાજળ લગાવવાથી અને રૂને ગુલાબજળમાં બોળીને આંખ પર લગાવવાથી આંખ સ્વચ્છ રહે છે.
- વધારે સમય વાંચવા અને લખવાથી તેમ જ કોમ્પ્યુટર પર કામ કરવાથી આંખ દુખવા લાગે છે. જેથી થોડા થોડા સમયે તમારી હથેળી વડે હળવેથી આંખ પર દબાવતાં રહેવું.
- આંખને થોડા સમયે ઉપર-નીચે, ડાબી-જમણી તરફ અને ગોળાકારમાં ફેરવીને કસરત કરવી.
- આંખનું સ્વાસ્થ્ય અને તેજ જાળવી રાખવા માટે લીલાં શાકભાજી, ગાજર, બીટ અને દૂધ જેવા પદાર્થો વગેરેનું સેવન કરવું.
બોડીકેર