મોબાઇલ કનેકશનની સંખ્યા ૨૦૧૬ સુધીમાં માનવીથી વધુ થવાની છે. અમેરિકાની ટેક્નોલોજી કંપની સિસ્કો સિસ્ટમ્સના સર્વેમાં આ ખુલાસો થયો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૬ના અંત સુધીમાં વિશ્વની વસ્તી ૭.૩ અબજ હશે. જ્યારે મોબાઇલ કનેકશન ૧૦ અબજથી પણ વધુ હશે.
સિસ્કોના અધ્યક્ષ સૂરજ શેટ્ટીએ જણાવ્યું કે, ‘આવનારા ચાર વર્ષમાં ૬૦ ટકાથી વધુ મોબાઇલધારક દર મહિને એક ગિગાબાઇટ સુધીના મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે. જો કે, અત્યારે દોઢ ટકા પણ નથી.’ સ્પષ્ટ છે કે, તેનાથી લોકોમાં સ્માર્ટફોન અને અત્યાધુનિક ડિવાઇસોનો ઉપયોગ વધશે.