મહિલાઓ અને ખાસ કરીને યુવતીઓ હાઈ હિલના જોડાં પહેરવાનું પસંદ કરતી હોય છે. આયોવા યુનિવર્સિટીએ કરેલી તાજેતરની શોધમાં જાણવા મળ્યું છે કે, હાઈ હિલ હાડકાં માટે ખતરનાક છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, આ પ્રકારના જોડાંમાં હિલના કારણે લાગતા ઝટકાથી ઘૂંટણ પર ભારે દબાણ પેદા થાય છે.
પરિણામે થોડા સમયમાં જ સાંધા ઘસાવાનું ચાલુ થઈ જાય છે. સમયની સાથે આ સમસ્યા ઓસ્ટિયોઆર્થરાઈટિસના સ્વરૂપમાં બહાર આવે છે. સંશોધનકર્તા ડેનિયલ બારકેમાએ જણાવ્યું કે, જોડાંની હિલ જેટલી લાંબી હશે, સમસ્યા તેટલી જ ગંભીર બની શકે છે. તાજેતરની સંશોધનમાં જાણવા મળ્યું છે કે હાઈ હિલથી મહિલાઓની ચાલ પણ બદલાઈ શકે છે. તેઓ ધીમા પરંતુ લાંબા ડગલાં ભરીને ચાલે છે.