અસ્થમાના દર્દીઓ પોતાના રોગની ગંભીરતા કેટલી છે તે અંગે હવે ઓનલાઇન જાણી શકશે. તેમને આ રોગથી કેટલો ખતરો છે અને તેમને અસ્થમાનો હુમલો કયારે આવી શકે તેમ છે તેની આગોતરી જાણ કરતો ઓનલાઇન ટેસ્ટ તાજેતરમાં ઇંગ્લેન્ડમાં લોન્ચ કરાયો છે. આ ઓનલાઇન ટેસ્ટ ના નામે ઓળખાય છે. આ ટેસ્ટમાં અસ્થમાને લગતા જોખમી પરિબળો અંગેના કેટલાક સાદા સવાલ પૂછવામાં આવ્યા છે. તેના જવાબ પરથી અસ્થમાના હુમલાનું જોખમ કેટલું છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવશે કે નહીં તે વિશે અગાઉથી જાણ થઇ શકે છે. આ ઓનલાઇન ટેસ્ટનો ઉદ્દેશ અસ્થમાના ગંભીર હુમલાથી દર્દીઓને બચાવવાનો છે. લંડનમાં અસ્થમાને કારણે દરરોજ ત્રણ વ્યકિત મૃત્યુ પામે છે. તેથી ઇંગ્લેન્ડની અસ્થમા ચેરિટીએ ખાસ નવી વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટનો ઉપયોગ કરીને ૭૫ ટકા કેસમાં અસ્થમાને લગતી મેડિકલ ઇમર્જન્સી અને હોસ્પિટલની દોડધામ અટકાવી શકાઇ છે.
*ટ્રાફિક લાઇટ્સ
જે લોકો ઓનલાઇન ટેસ્ટ કરે છે તેમને એકથી ત્રણ કેટેગરીઝમાં વહેંચી દેવામાં આવે છે. આ કેટેગરીઝને ટ્રાફિક લાઇટ્સની જેમ ચોક્કસ કલરથી દર્શાવવામાં આવે છે. લાલ રંગની કેટેગરીનો અર્થ એવો થાય કે ટેસ્ટ કરાવનાર દર્દીને અસ્થમાના ગંભીર હુમલા આવવાનું જોખમ સૌથી વધુ રહેલું છે. જયારે લીલો રંગ ઓછું જોખમ દર્શાવે છે. દરેક કેટેગરી સાથે અસ્થમાના રોગને કઇ રીતે કાબૂમાં રાખી શકાય અને કોઇ વ્યકિતને હુમલો આવે ત્યારે તેણે શું કરવું જોઇએ તે અંગેની સલાહ આપવામાં આવી છે.
*આ પ્રકારનો સૌ પ્રથમ ટેસ્ટ
અસ્થમા પર સંશોધન કરતી લંડનની સંસ્થાના ડિરેકટર ડા"કટર સમાન્થા વા"કર કહે છે,
*સારવારને વધુ સારી બનાવવા પ્રયાસ
ઓનલાઇન ટેસ્ટની સાથોસાથ લંડનની રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સએ અસ્થમાને કારણે થતા મૃત્યુ અંગેનો ૧૨ મહિનાનો રિવ્યૂ લા"ન્ચ કર્યોછે. આ રિવ્યૂ અંતર્ગત વિવિધ હોસ્પિટલ્સમાંથી અસ્થમાને કારણે મૃત્યુ પામનારા દર્દી અંગેની વિગતવાર માહિતી ભેગી કરાશે. ત્યારપછી અસ્થમાની સારવારને વધારે સારી કેવી રીતે બનાવી શકાય તેનો પ્રયાસ કરવામાં આવશે. તદુપરાંત ભવિષ્યમાં અસ્થમાને કારણે મત્યુ પામતા દર્દીનો દર ઘટાડવાની કોશિશ કરાશે. સંશોધકોનું માનવું છે કે રીવ્યુ અને ટેસ્ટના કોમ્બિનેશનથી સારવાર વધુ અસરકારક બનશે.
*રીવ્યૂ બનશે મદદરૂપ
નેશનલ રિવ્યૂ ઓફ અસ્થમા ડેથના કિલનિકલ હેડ ડો. માર્ક લેવી કહે છે, આમ આ રિવ્યૂને લીધે અસ્થમાની સારવારમાં સુધારો થશે અને અસ્થમાને કારણે થતા મૃત્યુનો દર ઘટાડી શકાશે.