Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

સેક્સ લાઇફનો મહત્તમ આનંદ મેળવવા...

 
Source: Manomanthan, Dr.Paras Shah   |   Last Updated 12:03 AM [IST](27/08/2010)
 
 
 
 
 
અત્યાર સુધીમાં આપણે સ્ત્રીઓમાં ઓછી થઇ જતી કામેચ્છા વિશે જાણ્યું. આ વખતે પણ તે અંગે જ થોડી ચર્ચા કરીશું. સ્ત્રીઓને કામેચ્છા ઓછી થઇ જવાનાં કારણો અનેક હોય છે. આવું બને ત્યારે જો તમારામાં સંબંધોની આંતરિક લાગણી કે ખેંચાણ નહીં હોય તો કોઇ પણ ઉપાય કે સૂચન તમારા સંબંધોની ઉષ્માને એક ડિગ્રી જેટલી પણ નહીં વધારી શકે. તમે એવા ઘણા યુગલોને જોયા હશે કે જેઓ પરસ્પર જરાયે સન્માન ન ધરાવતાં હોવા છતાં એકબીજા પ્રત્યે ખેંચાણ ધરાવે છે. જો તમે ખરેખર કાળજી રાખતાં હો, તો બધું જ તમારા પર આધાર રાખે છે.

ચર્ચા કરી કામેચ્છા વધારવાની ઇચ્છા દર્શાવો :

તમારા જીવનસાથી સાથે તમારા ગમા-અણગમા અંગે ચર્ચા કરો. જો તમે બંને સેક્સ માણવાનું ટાળતા હો, તો આ સમસ્યા દૂર થઇ જશે તેમ માનીને તે અંગે ચર્ચા કરવાનું બંધ ન કરી દેવું જોઇએ. તમારા બંને વચ્ચે વધતું અંતર અટકાવવા એકમેક સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરો. સેક્સ અંગેના પુસ્તકો વાંચો, સાથે બેસીને પિકચર જુઓ. આ બધી પ્રવૃત્તિ તમને એકબીજાની નજીક લઇ જશે.

લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરો :

સેક્સની મજા માણવામાં યોનિની શુષ્કતા અવરોધરૂપ ન બનવી જોઇએ. બજારમાં હાલ સારી ગુણવત્તા ધરાવતા અનેક લ્યુબ્રિકન્ટ્સ ઉપલબ્ધ છે. વિવિધ સુગંધ અને ફ્લેવર ધરાવતાં મનગમતા કોઇ પણ લ્યુબ્રિકન્ટની પસંદગી કરો. દંપતી સાથે મળીને ખરીદી કરે એ પણ ઉત્તેજનાસભર બાબત છે. યોનિ માર્ગમાં લગાવવામાં આવતાં એસ્ટ્રોજન ક્રીમથી યોનિમાં સ્નિગ્ધતા આવે છે. જો કે આવા કોઇ ક્રીમનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

દેખાવ અંગે ચિંતા ન કરો :

અત્યાર સુધી થયેલાં સંશોધનોમાં એવું જણાયું છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓને તેમનું તન ઉઘાડું કરવામાં વધુ સંકોચ થાય છે. તમે તમારા ખુલ્લા શરીર વિશે જે વિચારો છો, તેના કરતાં તમારા પાર્ટનરને તે વધુ આકર્ષક લાગે તેવું બની શકે છે.

સમગ્ર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરો :

મોટા ભાગના લોકો સેક્સની શરૂઆત ગુપ્તાંગથી જ કરતાં હોવાનું સર્વેમાં જણાયું છે. ખરેખર તે યોગ્ય નથી. સેક્સની શરૂઆત કરતાં પહેલાં તમારા સાથીને તે માટે ઉત્તેજિત કરો. તેનામાં રોમાંચની લાગણી ઉત્પન્ન કરો. માત્ર કામ પૂરું કરવાને બદલે તેમાંથી મહત્તમ સંતોષ મળે તેવો ધ્યેય રાખો.

વાસ્તવિક અપેક્ષા રાખો :

કામેચ્છા ઘટતી અટકાવવા તમારી અપેક્ષા વાસ્તવિક રાખવી જરૂરી છે. એક અભ્યાસ પ્રમાણે, જાતીય પરાકાષ્ઠાના અનુભવ કરવાની બાબતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને ત્રણ ગણો સમય લાગે છે. એક અંદાજ અનુસાર માત્ર ૨૬ ટકા મહિલાઓ જ હંમેશાં પરાકાષ્ઠાએ પહોંચતી હોવાનું મનાય છે, પરંતુ પૂર્ણ પરાકાષ્ઠાની ગેરહાજરીમાં પણ મોટા ભાગની મહિલાઓને સેક્સ માણવામાં આનંદનો અનુભવ થાય છે. એટલું જ નહીં, સેક્સ માણ્યા બાદ તેઓ પોતાના સાથીની વધુ નજીક હોવાનું અનુભવે છે.

સેક્સ શારીરિક બાબત કરતાં પણ કંઇક વધારે છે, તેવું પુરુષે સ્ત્રી આગળ પ્રગટ કરવું મહત્વનું છે. આ માટે જીવનસાથીને સેક્સ માણવાના સાધનને બદલે એક પ્રેમાળ વ્યક્તિ તરીકે નિહાળશો તો જાતીય જીવનની સાથે સાથે દાંપત્યજીવનની મીઠાશ પણ બેવડાઇ જશે.

મનોમંથન, ડૉ. પારસ શાહ વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત રાજસ્થાન હોસ્પિટલ

dr9824063332@in.com
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.