Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

ફૂલ બનાવે બ્યુટિફુલ

 
Source: Dr. Neeta Goswami, Ayurvic Beautisitian Skin care   |   Last Updated 12:42 AM [IST](30/07/2010)
 
 
 
 
 
સુંદર દેખાવા માટે સારા કપડાંની સાથે આભૂષણો પણ ધારણ કરવામાં આવે છે, જે સૌંદર્યમાં વધારો કરે છે. આભૂષણોની જેમ પુષ્પધારણનું પણ સૌંદર્ય અને સ્વાસ્થ્ય માટે વૈજ્ઞાનિક મહત્વ છે. સૌંદર્યવૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મુખ્યત્વે ગુલાબ, જાસુદ, ચમેલી, જૂઇ, મોગરા, પારિજાત, હજારીગલ, બોગનફૂલ, કમળ, લાલ કમળ, નીલકમળ વગેરેનો ઉપયોગ વધારે થાય છે.

કેટલાક ફૂલથી ત્વચાનો રંગ, કરચલીઓ, કાળા હોઠ, વાઢિયા, વાળના રોગ વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે. અનેક ફૂલોનો ઉપયોગ સીધો જ થાય છે, તો કેટલાકનો અર્ક રૂપે ઉપયોગ થાય છે. ફૂલોના તેલની માલશિ કે લેપથી પણ ઉત્તમ પરિણામ મળે છે. આજકાલ ફ્લાવર રેમેડઝિ, અરોમા થેરપી જેવી થેરપી સૌંદર્ય માટે છે. જેને આધુનિક સંશોધન કહે છે. જ્યારે આયુર્વેદમાં તો સદીઓથી ફૂલો દ્વારા સૌંદર્યવૃદ્ધિનું વિવરણ ખૂબ ઉંડાણપૂર્વક અને સુંદર રીતે આપેલું છે.

જૂઇ તથા ચમેલી

આ બંને ફૂલ શરીરની ગરમી, પેશાબની બળતરા, ખંજવાળ, પરસેવાની ગંધ દૂર કરે છે.
ચમેલી કાળા ડાઘ, ફ્રેકલ્સ, ખીલ, ઉંદરી, ટાલ, પિગ્મેન્ટેશન, માથાનો દુ:ખાવો, આંખના રોગ, લોહીવા જેવા રોગમાં ફાયદાકારક છે.

ચમેલી, કપૂરકાચલી, ચારોળી, લોધ્ર, હળદર, અરીઠાનો પાઉડર બનાવી દૂધ કે પાણી સાથે મિક્સ કરી નહાવાથી કાળા ડાઘ, ફ્રેકલ્સ દૂર થઇ ત્વચા સુંવાળી, સુંદર અને ગોરી બને છે.

ત્વચાની શુષ્કતા, ઘા, પગના વાિઢયા મટાડી ત્વચાને સુંવાળી તથા ગોરી બનાવવા માટે જુઇ-ચમેલી ઉત્તમ છે.

જૂઇ-ચમેલી તથા તેના પાંદડા તેલમાં ઉકાળી કે તેને વાટીને વાળમાં લેપ લગાવવાથી વાળ મુલાયમ બને છે.

ટાલ-ઉંદરીની સમસ્યા હોય તો નવા વાળ આવે છે.

કમળ

દૂધ અને કમળની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે.

• કમળ પણ પિત્તને શાંત કરે છે. ઠંડું હોવાને કારણે ખીલ-ફોલ્લી, અળાઇ, કાળા ડાઘ, આંખની આસપાસના કુંડાળા, આંખની લાલાશ-બળતરા, સફેદ વાળમાં ફાયદાકારક છે.
• કમળના પાન, ગુલાબની પાંદડીઓ, ખસ, નારંગીની છાલ, લીંબુની છાલ, હળદરનો પાઉડર બનાવી નહાવાથી કે તેનો લેપ કરવાથી કાળા ડાઘ, ખંજવાળ વગેરે મટે છે.
• નીલકમલ, કમલદંડ, જટામાસી, ભાંગરો, આમળા, જેઠીમધ વગેરે તલના તેલમાં ઉકાળી આ તેલ વાળમાં લગાવવાથી સફેદ વાળ કે આછા વાળમાં ફાયદો થાય છે.

કમળ, લાલ ચંદન, ખસખસ, ચારોળીનો દહીં સાથે લેપ કરવાથી કુંડાળા, કાળા ડાઘ, પિગ્મેન્ટેશન મટે છે.

ગોરો ચહેરો

ચમેલી કે જૂઇના ફૂલ, ચંદન, મસુરદાળને દૂધમાં વાટી ચપટી હળદર મેળવી લેપ કરવાથી ખીલમાં ફાયદો થાય છે.

ચમેલીનો પાઉડર ચંદન, હળદર, ચણાના લોટની પેસ્ટ બનાવી તેનાથી નહાવાથી ત્વચા સુંવાળી, ફોલ્લી કે ડાઘ રહિત ગોરી બને છે.

ચમેલી, જૂઇ, ગુલાબ, મજીઠ, દહીં કે દૂધ સાથે વાટી કાળા કે ફાટી ગયેલા હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી, કોમળ બને છે.

ગુલાબ

ગુલાબના પાણીથી નહાવાથી કે લેપથી અથવા ગુલાબની પાંદડીઓનો બનાવેલો ગુલકંદ ખાવાથી પિત્તવિકાર શાંત થાય છે. તેથી સફેદ વાળ, ખીલ, કાળા ડાઘ, કાળા કુંડાળા, ફ્રેકલ્સ, પિગ્મેન્ટેશન, એસિડિટી વગેરે મટે છે.

તેલમાં ગુલાબ ઉકાળી તે લગાવવાથી માથામાં ઠંડક થાય છે અને વાળ સુંવાળા બને છે.

ગુલાબજળ સાથે કોઇ પણ વર્ણલેપ લગાવવાથી પણ આંખના કુંડાળા, કાળા ડાઘ, ખીલ દૂર થઇ ત્વચા
સુંદર બને છે.

ગુલાબનું તેલ ૧ થી ૨ ટીપાં પાણીમાં નાખી નહાવાથી ડ્રાય સ્કિન સુંવાળી બને છે.

પાણીમાં ગુલાબની પાંદડીઓ પલાળી તેનાથી નહાવાથી અળાઇ, ગુમડા વગેરે થતાં નથી તથા તાજગી અનુભવાય છે.

ગુલાબ અને ચંદન શુદ્ધ ગુલાબજળમાં વાટી લેપ કરવાથી ખીલ, અળાઇ, ગડ-ગૂમડ, ફ્રેકલ્સમાં ફાયદો થાય છે.

જાસુદ

જાસુદને આયુર્વેદમાં ‘કેશવિવર્ધનમ્’ કહેલું છે એટલે કે ટાલમાં વાળ ઉગાડવા માટે, ઉંદરી તથા ખોડો મટાડવા, સફેદ વાળને કાળા કરવા માટે આ ઉત્તમ પુષ્પ છે.
જાસુદ પિત્તશામક હોવાથી ત્વચા તથા વાળના ગરમીથી થતા રોગ મટાડે છે. તેનું શરબત કે મુરબ્બો ખીલ, અળાઇ, પરસેવો થવો, તજાગરમી, ફોલ્લા થવા, સફેદ વાળ, નસકોરી ફૂટવી, બળતરા વગેરે સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે.

જાસુદ, મેંદીના પાનને એલોવેરાના ગલમાં વાટી વાળમાં લેપ કરવાથી વાળનું કન્ડશિનિંગ થાય છે.

જાસુદ, લીલા આમળા, ભાંગરો, કાળા તલ વાટી લેપ કરવાથી ખોડો તથા ઉંદરીમાં પણ ફાયદો થાય છે. ઉપરાંત, વાળમાં કન્ડશિનિંગ થાય છે. બરછટ, સ્પિ્લટ એન્ડ કે સોનેરી, સફેદ વાળ સુંવાળા, કાળા અને સુંદર બને છે.

જાસુદ સાથે લીમડાના પાન વાટી સ્કાલ્પમાં લેપ કરવાથી ખોડો મટે છે.
જૂઇ કે ચમેલીનો રસ લગાવવાથી ખીલ-ખંજવાળ મટે છે.


ડો. નીતા ગોસ્વામી (આયુર્વેદિક બ્યૂટિ ફિઝિશિયન), સ્કિનકેર, હેલ્થ એન્ડ લાઈફ સ્ટાઈલ, વુમન, દિવ્ય ભાસ્કર
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.