બ્રિટનના ડોક્ટરોએ સ્ટેમસેલથી બનાવેલી શ્વાસનળીની મદદથી કેન્સરથી પીડાતી એક ૧૯ વર્ષની યુવતીનો જીવ બચાવ્યો છે. આ યુવતીની શ્વાસનળીનો અડધો ભાગ બિલકુલ સડી ગયો હતો.
પરંતુ ડોક્ટરોએ યુવતીના શરીરમાંથી કાઢેલા સ્ટેમસેલની મદદથી બાકીનો ભાગ તૈયાર કર્યો અને પછી બંને ભાગોને જોડી દીધા. શરીરે પણ આ કૃત્રિમ શ્વાસનળીને સ્વીકારી લીધી છે. યુવતીના નાક અને બોનમેરોમાંથી સ્ટેમસેલ લેવામાં આવ્યા હતા.
દુનિયામાં આ પ્રકારનું આ પ્રથમ ઓપરેશન છે. આ અગાઉ શ્વાસનળીમાંથી ખરાબ કોશિકાઓ કાઢીને તેમાં સ્ટેમસેલથી નવી કોશિકાઓ ઉગાડવામાં આવી હતી.