બાળકોમાં મોટાપો માંના ગર્ભથી જ આવે છે. આ દાવો એક નવા સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધન દરમિયાન આધુનિક ટેક્નોલોજીથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુમાં મોટાપાના સ્તર પર નજર રાખવામાં આવી હતી.
વૈજ્ઞાનિકોએ પશ્ચિમ લંડન સ્થિત ચેલ્સિયા અને વેસ્ટમિંસ્ટર હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુ પર કરવામાં આવેલા સંશોધનના આધારે આ દાવો કર્યો છે. તેમના મતે બાળકોના પેટની આજુબાજુ ચરબી એવી રીતે જોવા મળી, જેવી રીતે 50વર્ષની ઊંમરના લોકોમાં જોવા મળે છે.
સંશોધન દરમિયાન બાળકો અને તેમની માતાઓ વચ્ચે મોટાપાનો સંબંધ શોધવા માટે મૈગ્નેટિક રેજોનેંસ ઇમેજિન (એમઆરઆઇ) સ્કેનનો ઊપયોગ કરવામાં આવ્યો હતો. 'ટેલીગ્રાફ' અખબારના મતે, એવું જોવા મળ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં મોટાપાના કારણે ગર્ભમાં રહેલા શિશુમાં ચરબીનું સ્તર ખતરનાક સ્તર સુધી વધી જાય છે.
આ સંશોધન ઇમ્પેરિયલ કોલેજ લંડનમાં નવજાત શિશુ સંબંધિત સારવારમાં પ્રોફેસર નીના મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે એક તૃતિયાંશથી વધારે શિશુઓમાં ચરબીનું સ્તર વધારે જોવા મળ્યું હતું. સંશોધનમાં 105 બાળકો (54 છોકરાઓ અને 51 છોકરીઓ)માંથી 31ના પેટની આસપાસ સામાન્ય કરતા વધારે ચરબી જોવા મળી હતી. તજજ્ઞોના મત મુજબ સંશોધન બતાવે છે કે વધારે ચરબીવાળી મહિલાઓ જાડાં બાળકોને જન્મ આપે છે.