-આજે ફેસબૂકનો 8મો જન્મ દિવસ
-યંગસ્ટર્સ બન્યા છે ફેસબૂક ક્રેઝી, દિવસમાં ઓછામાં ઓછુ 8 વખત તેમનું અકાઉન્ટ ચેક કરે છે
2004માં 4 ફેબ્રુઆરીએ ફેસબૂકનો જન્મ થયો હતો. હાલમાં 800 મિલીયનથી પણ વધુ લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબૂક દ્વારા એકબીજાના સંપર્કમાં છે.
ન ફક્ત યંગસ્ટર્સ પણ મિડએજ અને ઓલ્ડએજ લોકોને પણ ફેસબૂક યુઝ કરવું સરળ લાગે છે અને તેમને અહીં સમય વિતાવવો ગમે છે.
એક સર્વે પ્રમાણે અમેરિકનો ફેસબૂકના એ રીત બંધાણી થઇ રહ્યા છે કે કેટલીક યુવા મહિલાઓ સવારે ઉઠીને બાથરૂમમાં જાય તે પહેલા પોતાનું પેજ ચેક કરવાનું ચૂકતી નથી.
આ સર્વે પ્રમાણે 18થી 34 વર્ષની 34 ટકા મહિલાઓ સવારે ઉઠે ત્યારે મોઢું ધોવા કે બ્રશ કરતા પહેલા પણ ફેસબૂક અકાઉન્ટ ચેક કરે છે.
20 ટકા મહિલાઓએ કબુલ્યું હતું કે તેઓ રાત્રી દરમિયાન પણ ચોરીછૂપીથી ફેસબૂક ચેક કરી લે છે જ્યારે 26 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેઓ ટેક્સ્ટ મેસેજ ચેક કરવા ક્યારેક અડધી રાત્રે પણ ઉઠી જાય છે.
એન્ટરટેઇનમેન્ટ ઝાયન્ટ એનબીએસ યુનિવર્સલની સર્વિસ ઓક્સિજન મીડિયાએ આ સર્વે ગત વર્ષે કર્યો હતો.
સર્વેમાં18થી 54 વર્ષના 1605 સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાને ફેસબૂકના વ્યસની ગણાવ્યા હતા.
57 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ ફેસ ટૂ ફેસ જેટલી વાત નથી કરતી તેના કરતા વધારે ઓનલાઇન વાત કરે છે જ્યારે 31 ટકા મહિલાઓના કહ્યાં અનુસાર તેઓ રિયલ લાઇફ કરતાં ઓનલાઇન વાત કરવામાં વધારે કોન્ફિડન્ટ હોય છે.