બારણું બંધ થતા જ સેક્સની માંગણી કરવાની ભૂલ ન કરો

સેક્સ ન માણવાંને કરાણે ઘણી વખત પતિ-પત્ની વચ્ચે દુરી આવી જાય છે. જો આપ અઠવાડિયામાં ફક્ત એક કે બે વખત જ પાર્ટનર સાથે એકાંતની પળો માણો છો તો તે ખરેખરમાં ગંભીર વાત કહેવાય. તેનાંથી બન્ને તરફ ન ફક્ત માનસિક પરેશાની રહે છે અને તાણ પણ રહે છે.
સેક્સ ન માણવાથી મહિલાઓને લાગે છે કે તેમનો પતિ તેમને પ્રેમ નથી કરતો તો પુરુષોને લાગે છે કે પત્નીને તેમની નજીક આવવું પસંદ નથી. આ બન્ને વાતો ત્યારે વધુ જડ બની જાય છે જ્યારે ઘરમાં અન્ય કોઈ વાતને લઈને ઝઘડો થયો હોય.
તો ઘણી વખત એમપણ બનતું હોય છે કે પુરુષો બેડરૂમનો દરવાજો બંધ થતાં જ ફક્ત સેક્સની માંગણી કરી બેસે છે. આ બાબત મહિલાઓને તેઓ ફક્ત તેમની ઈચ્છાપૂર્તીનું સાધન હોય તેનો અનુભવ કરાવે છે. આ કારણે પણ ઘણી વખત સંબંધ બગડી શકે છે. તમારા સંબંધોમાં સેક્સનું મહત્વ જેટલું જરૂરી છે તેટલું જ એકબીજાની ભાવનાઓ, સંવેદનાઓ અને સમજણનું પણ છે.
ખાસ ટિપ્સ
-સેક્સનો અર્થ ફક્ત સંભોગ ન સમજો. જ્યારે પત્ની રાજી હોય તો જ સેક્સ માણો, નહીં તો ફોરપ્લે જ બેસ્ટ છે.
-જ્યારે બન્ને એકલાં હોવ ત્યારે પ્રેમનો એકરાર કરવામાં ક્યારેય પાછા ન પડો. આપનો સ્પર્શ કે હળવું ચુંબન કરી તેની સાથે પ્રેમ વ્યક્ત કરો.
-જ્યારે નજીકી વધારો તો કોઈપણ પ્રકારનો તાણ ન રાખો, ન એવી કોઈ વાત કરો જેનાથી પત્ની નારાજ થઈ જાય.
-નજીક આવતા પત્નીનેઓફિસ, મિત્રો, પરિવારના અન્ય સભ્યોની વાતો કરવા કરતાં બન્ને એકમેકની વાત કરો.
-જો હાલમાં જ ઝઘડો થયો હોય તો નજીક આવવા પર પત્ની જે પણ વાત કે ફરિયાદ કરે તેને શાંતીથી સાંભળો અને બાદમાં તેને સ્પષ્ટતા કે જવાબ આપો.
-બારણું બંધ કરતાં જ તુરંત જ સંભોગની માંગણી ન કરો, નેગેટિવ ઈફેક્ટ પડી શકે છે.
-ક્યારેક અમસતા જ પત્નીને ગળે મળી લો કે છાતીથી વળગાવી લો. આપની અને તેની બધી જ તાણ દૂર થઈ જશે.
-જો સંભવ હોય તો લાઈટ મ્યૂઝિક કે ડિમ લાઈટમાં રોમેન્સ કરો.
-સંભોગ બાદ તુરંત જ સુઈ ન જાવો. પત્ની સાથે વાત કરો.
સેક્સ લાઈફ માટે જરૂરી જાણવા જેવી ખાસ સેક્સ...
બજારમાં મળતાફ્લેવર કોન્ડોમ વીશે મને થોડી...
નિરસ સેક્સ લાઈફને રોમાંચક બનાવવાની 6 બેસ્ટ...
મારી પત્ની મારાથી સંતુષ્ટ નથી, શીઘ્રસ્ખલનની...
યોનિપ્રવેશ બાદ જ પુરૂષો અનુભવે છે ચરમસીમા
ખાસ ટિપ્સ,સેક્સ લાઈફમાં વિયાગ્રાની જરૂર...
તમારા શિશ્ન અંગેની 5 બાબતો, જે તમે નથી જાણતા
પાર્ટનરને કોન્ડોમ વાપરવું પસંદ નથી? તો છે...
સેક્સના આ 4 સુંદર ફાયદા જાણો છો?






