ડો પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન
*હું 21 વર્ષનો યુવક છું મારી ગર્લફ્રેન્ડની ઉંમર પણ એટલી જ છે. અમે બન્ને વર્જીન છીએ, થોડા દિવસો પહેલાં અમે સેક્સ માણવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેને ખૂબજ દુખાવો થયો હતો તેને કારણે અમે સેક્સ માણી શક્યા ન હતાં.
તે જરૂર પ્રમાણે વેટ નહોતી થઈ, જોકે અમે ફોરપ્લેમાં વધુ સમય પણ ફાળવ્યો હતો. તેમ છતાં આમ કેમ થયું તે હું સમજી શકતો નથી મે તે સમયે કોન્ડોમ પહેર્યું હતું શું તે કારણે તો તેને વધુ દુખાવો તો નહોતો થયો? અમે બન્ને સેક્સ માણવા ખુબ જ આતુર છીએ પ્લિઝ અમને ચોક્કસ માર્ગદર્શન આપો.
શરૂઆતના એક બે વખતના જાતીય સંબંધ વખતે સ્ત્રીઓને દુખાવો અનુભવાય છે. જે સ્ત્રીની સહન શક્તિ ઉપર આધાર રાખે છે. ઘણી વખત એમ બને છે કે સહેલીઓ પાસે સાંભળેલી વાતો પિક્ચરમાં જોયેલી સ્ત્રીઓની હાલત અથવા નાનપણમાં જાતીય સતામણી થયેલ હોય તો સ્ત્રીના માનસ પટ પર સેક્સ એક ગંદી ક્રિયા છે અથવા તો ખૂબ જ પીડા દાયક અનુભવ છે તેમ અનુમાન થઈ જતું હોય છે.
તેને કારણે તેમને વજાયનિસ્મથ નામની બીમારી થતી હોય છે આ બીમારીમાં જાતીય સંબંધ બાધતી વખતે અજાણતા જ તેમના યોનીમાર્ગ સંકોચાઈ જાય છે. જેથી પ્રવેશ કરવો શક્ય બનતો નથી તેથી જો જોર કરવામાં આવે તો દુખાવો થાય છે. ઘણી વખત લગ્ન પહેલા પ્રાઈવસીનો અભાવ, પ્રેગ્નન્સીનો ડર, અથવા આ કંઈ ખોટુ થઈ રહ્યું છે તેવી ભાવનાને કારણે પણ યોનીમાર્ગમાં સંકોચન આવી શકે છે જેને કારણે જાતીય સમાગમ પીડાદાયક બની શકે છે.
પરતું કોન્ડોમના પ્રયોગથી ક્યારેય આ પ્રકારની સમસ્યા થતી નથી તેથી આ વીચાર મનમાંથી કાઢી નાખ જો.
*મારી ઉંમર 28 વર્ષની છે મારા લગ્નને દોઢ વર્ષ થયા પણ આજ દિન સુધી મારા પતિ તરફથી મને સેટિસ્ફેક્શન મળ્યું નથી. સેક્સ બાદ તેઓ તો મારાથી સંતુષ્ટ થઈ જાય છે પણ મને હજી સુધી તે અનુભવ થયો નથી. આ વિશે મે તેમને પણ વાત કરી છે હું તેમને દુખી કરવા માંગતી નથી હું શું કરું?
લગ્નજીવન બાદ મોટાભાગની તકલીફોનો ઉકેલ પતિ પત્ની બન્ને સાથે મળીને જ લાવી શકતા હોય છે. ઘણી વખત પુરુષો જાતિય જીવનમાં ખૂબ જ ઉતાવળ કરતાં હોય છે. તેમાં ફોરપ્લેમાં ઓછો સમય આપતા હોય છે સખ્લન ઝડપથી થઈ જતું હોય છે અને આફ્ટર પ્લે એટલે કે સંભોગ પછીની ક્રિયાઓ ભાગ્યે જ જાણતા હોય છે. તેઓ ભૂલી જતા હોય છે કે સ્ત્રીએ કપડાં કરવાની ઈસ્ત્રી જેવી હોય છે
તેને ગરમ થતા પણ વાર લાગે અને ઠંડી થતા પણ સમય લાગતો હોય છે જો ફોરપ્લેમાં પુરતા સમય ના આપતા હોય તો સ્ત્રીને અસંતોષ રહેતો હોય છે. પણ ઘણી વખત પુરુષ ઈગોના કારણે પત્નીની ફરિયાદ હોવા છતા પણ તે આ વાત સ્વીકારવા તૈયાર હોતો નથી. જેને કારણે પતિને જાતીય સંતુષ્ટી મળી જતી હોય છે પણ પત્નીને અસંતોષ રહે છે.
તેની હાલત વો તો 'નહા કે ચલ દીયે ઔર લહેરે તડપતી રહ ગઈ જેવી બનતી હોય છે' તેથી સૌ પ્રથમ તો આ મુદ્દે પતિ જોડે મુક્ત મને ચર્ચા કરો, આપના અસંતોષનું કારણ જાણવાનો પ્રયાસ કરો. જો તેમ છતા તેમાં નિષ્ફળતા મળે તો આપ બન્ને સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધી શકો છો.