Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Love & Sex
 

પતિ સેક્સુઅલી ઓવર એક્ટિવ છે,શું કરું?

 
Source: Sexologist, Dr Paras Shah   |   Last Updated 7:22 PM [IST](17/02/2012)
 
 
 
 
 

સમસ્યા: મારા પતિ સેક્સ્યુઅલી ઓવરએક્ટિવ છે. તેમનો સ્ટેઇંગ પાવર પણ વધારે પડતો છે. તેમને રોજ બેવાર અને વીક એન્ડમાં ત્રણત્રણ વાર સેક્સ માણવા જોઇએ છે. શરૂ શરૂમાં હું મને ભાગ્યશાળી સમજતી હતી, પણ હવે મારાથી એમની માગણીઓ મુજબ નથી વર્તી શકાતું. મારે એમને પણ દુ:ખી નથી કરવા. તો શું કરું?

ઉત્તર :તેમની જાતીય માગણીઓ અલબત્ત થોડી વધારે છે, પણ તેને વિકૃતિ ન કહી શકાય. આપ બંને નોર્મલ છો.
મારાં સૂચન નીચે મુજબનાં છે :

- સૌપ્રથમ તો આપ પતિપત્ની આ બાબતની નિખાલસતાથી ચર્ચા કરો.
- આપનો થાક, કંટાળો, અસહાયતા, લાચારીની વગર ફરિયાદે રજૂઆત કરો.
- તેઓ થોડા ઓછા સેક્સથી સ્વસ્થ રહીને ચલાવી શકે છે કે કેમ તે જાણી લો.
- આ બાબત અંગે આપની વચ્ચે લડાઇ, ઝઘડા, આક્ષેપબાજી, કચવાટ વગેરે ન થાય એની કાળજી રાખશો.
- બંને જણ જાતને થોડી ફ્લેક્સિબલ બનાવી પોતાની જરૂરિયાતોને સહેજ વત્તીઓછી કરી જુઓ. થઇ શકશે.
- જો આપના પતિને વાંધો ન હોય તો બીજા એકબે વિકલ્પો, જેવા કે હસ્તમૈથુન યા આસિસ્ટેડ હસ્તમૈથુન (આપના દ્વારા કરાવવામાં આવેલું હસ્તમૈથુન) અજમાવી જુઓ. કદાચ આપની સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી જાય.

- પાર્ટનર આસિસ્ટેડ મેસ્ટરબેશન ઘણી રીતે કરી શકાય છે. આપ આપના હાથ યા શરીરના અન્ય ઇરોટિક અંગોની મદદથી એમને ઉત્તેજીને કલાઇમેકસ સુધી લઇ જઇ શકો છો. એમાં આપનું થોડું મનોદૈહિક ઇન્વોલ્વમેન્ટ જરૂરી બનશે, પણ સીધા સમાગમમાં સંડોવવામાંથી મુકત થવાથી આપ પણ હળવાં બની શકશો.
યાદ રાખો : એમને જાતીય સ્વઆનંદ મળશે તો સમાગમની જરૂરિયાત ઘટી જશે, પણ આમ કરતાં સમય લાગશે. સંબંધો સારા રહેશે તો બંનેની જરૂરિયાતો આસાનીથી સંતોષાતી રહેશે.

વિશ્વના સૌથી કામુક શાસકો, જેમણે હજારો...
લગ્ન પહેલાં ભાવિ પત્ની સાથે સંબંધ બાંધુ તો...
ઘણાં સમય સુધી સેક્સ માણ્યું પણ વીર્યપાત ન થયું..?
OMG..અહીં તો પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓ છે...
બાળકોમાં સેક્સ એજ્યુકેશન આપવાની 'હટ કે' રીત
ખરું કામ તો સેક્સ બાદ શરૂ થાય છે, જનાબ..!
સ્ત્રીઓની કામોત્તેજના પાછળ થયો ચોકાવનારો...
શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.