સમસ્યા: મારા લગ્નને દસ વર્ષ થયાં છે. અત્યારે મારી ઉંમર ૩૩ વર્ષની છે. મારી પત્નીને મારા લિંગ દ્વારા સમાગમમાં આનંદ નથી આવતો. તે મને આંગળી વડે સમાગમ કરવાનું કહે છે. તો એને મારા લિંગ દ્વારા આનંદ મળતો થાય, તે માટે મારે શું કરવું જોઇએ? એની આ માગણી વિચિત્ર નથી લાગતી?
ઉત્તર: સામાન્ય રીતે લોકો સેક્સ બે કારણસર માણતા હોય છે. એક, સંતાનપ્રાપ્તિ માટે અને બીજું, આનંદ માટે. જ્યારે આનંદ માણવા માટે સેક્સ કરવામાં આવે, ત્યારે તે આનંદ કઇ રીતે આવે છે તે અગત્યનું નથી. મુદ્દાની વાત એ છે કે આનંદ મળવો જરૂરી છે. પછી તે આનંદ ઇન્દ્રિય દ્વારા, આંગળી દ્વારા, મુખ વાટે, વાઇબ્રેટરની મદદથી કે પછી બીજી કોઇ પણ રીતે મળ્યો હોય, તેનાથી આનંદમાં ફેર પડતો નથી.
ઘણીવાર ફોરપ્લેમાં સમય ઓછો ફાળવવાથી કે સ્ત્રીને યોગ્ય જગ્યાએ સ્પર્શના અભાવથી અથવા શિઘ્રસ્ખલનને કારણે પણ સ્ત્રીને સેક્સમાં પૂરતો સંતોષ મળતો નથી. આ રીતે અસંતુષ્ટ રહેલી સ્ત્રીને ધીરે ધીરે સેક્સમાંથી ઇચ્છા ઓછી થવા લાગે છે. માટે દરેક પુરુષે સેક્સ માણ્યા બાદ પોતાના સાથીને પૂછવું જોઇએ કે તને સંતોષ મળ્યો કે નહીં. અને તેનો જવાબ ‘ના’માં હોય તો આંગળી દ્વારા, વાઇબ્રેટર કે કોઇ પણ બીજી રીતે સ્ત્રીને ચરમસીમા સુધી લઇ જવી જોઇએ. એમાં કશું ખોટું નથી. ઘણીવાર સેક્સમાં મંઝીલ પર ન પહોંચી શકનાર સ્ત્રીને પેઢુમાં કે પીઠમાં દુખાવાની પણ ફરિયાદ રહેતી હોય છે.
સમસ્યા: મારી ઉંમર ૨૮ વર્ષની છે અને પત્નીની ઉંમર ૨૬ વર્ષ છે. અમારાં લગ્નને આશરે સાતેક મહિના થયાં છે. મારી સમસ્યા એ છે કે મારી પત્ની મારી નજીક આવવાનું ટાળે છે. એ કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. ખાસ કરીને ચુંબન અને વધુ નિકટતાની ક્ષણોમાં આવું બને છે. પછી તે બેચાર દિવસ સુધી ચીડાયેલી રહે છે. મને સિગારેટ પીવાની આદત છે. શું દરેક વ્યસનીઓને આવું અનુભવાતું હશે? ડોક્ટર સાહેબ, પત્નીના જાતીય સહયોગ વગર જીવન આકરું લાગે છે. શું કરવું તે સમજાતું નથી.
ઉત્તર: સેક્સ એ કુદરતની અદ્ભુત ભેટ છે. પરંતુ તેના પૂરતા આનંદ માટે યોગ્ય વાતાવરણ, જગ્યા, સમય, સાથી હોવા જરૂરી છે. નહીંવત્ સેક્સ આનંદની જગ્યાએ ત્રાસદાયક બની જતો હોય છે. શરીરમાંથી આવતી પરસેવાની વાસ, મોઢામાંથી આવતી પાન-તમાકુની વાસ કોઇ પણ વ્યક્તિને સેક્સથી વિમુખ કરી શકે છે. આનો ઉપાય સહેલો છે. જાતીયસંબંધ પૂર્વે બ્રશ કરી લો અથવા તો મોઢામાં ઇલાયચી, પીપરમિન્ટ જેવી દુર્ગંધને દૂર કરતી વસ્તુઓ ટૂંક સમય માટે રાખીને મમળાવો અને શક્ય હોય તો સિગારેટ છોડી દો. આમ પણ સિગારેટ, તમાકુ, શરાબ, માંસાહાર, ઇંડાં વગેરે સેક્સ અને ઓવરઓલ હેલ્થ માટે સારું નથી. જો આમાંથી કશાક પણનું વ્યસન હશે તો ભવિષ્યમાં ચોક્કસ સેક્સની તકલીફ ઉદ્ભવશે.
સેક્સ મામલે પુરુષો કરતાં ચાર ડગલાં આગળ મહિલાઓ..!
પુરુષોના પગની આંગળીઓ જણાવી શકે શિશ્નની સાઈઝ?
તમે કરો છો સેક્સ ફેન્ટસી? ના, તો જરૂર વાંચો
સેક્સોમેનિયાનો ઈલાજ શક્ય છે? જો હા તો કેવી રીતે
ઓરલ સેક્સ માણવાથી ગર્ભ રહીં શકે?
જાણો છો, આપની પાર્ટનરને કેવી કિસ ગમે છે?
Orgazm માટે બસ અહીં, Light Touch જ કાફી..!
પ્રેમીને આપો 'V' Night પર સેક્સી સરપ્રાઈઝ
મહિનાના 'તે' દિવસોમાં સેક્સ માણવાનો પણ છે...
10 વાતો, Forplayથી Orgazm સુધી મઝા અનુભવશો
મને સવારે સેક્સ માણવું વધુ ગમે છે પણ પત્નીને..