સ્વસ્થ રહેવા માટે ડિટોક્સ એ એક નવું ચલણ છે અને લોકો આને અપનાવી પણ રહ્યાં છે. તમે આ રીતે ઘરે રહીને પણ ડિટોકસ કરી શકો છો.
આજની ભાગદોડવાળી લાઈફમાં યોગા-કસરત-જિમ માટે સમય જ કયાં હોય છે ? યોગા કલાસીસમાં ફી ભરી છે પણ જવાનો સમય કયાં છે ? જિમમાં જવાય તો છે પણ ત્યાં વર્કઆઉટ કરવાનું ગમતુ નથી. કેમ બરાબરને ? ચાલો કોઈ વાંધો નહીં તમારે કોઈ યોગા કલાસીસમાં તેમજ જિમમાં જવાની જરૂર નહીં પડે જો તમે પોતે જ પોતાની બોડીનું ડિટોકસ કરશો. એક દિવસ ઉપવાસ કરો : જી હા દાદી-નાની દ્વારા અપનાવામાં આવેલાં નુસખાં સ્વાસ્થ્ય માટે છે ઘણા જ સારા.
અઠવાડિયામાં એક દિવસ ભરપેટ જમ્યા કરતાં ફળ અને જયુસ પર દિવસ કાઢવામાં આવે તો સારું. આ ડોકટર્સનો વર્ષોજૂનો નુસખો છે. કરો હાઈડ્રેડ : શરીરમાં પાણીની અછત ના પડવા દો. શરીરમાં જો ડિહાઈડ્રેશન વધી જશે તો ન્યુટિ્રશનની અછત વર્તાશે અને સાથે સાથે મોઢા પરથી સુંદરતા અને ચમક ગાયબ થઈ જશે. પાણી સિવાય કાકડી , તરબૂચ , શક્કરટેટી, ટમેટા ખાવાનું રાખો. આ ફળમાં પાણી તેમજ મિનરલ્સ હોય છે જે શરીર માટે હેલ્ધી છે . અને ઉપવાસ કરો તે દિવસે મીઠું કે કોઈ પ્રિઝર્વેટિવ ખોરાક ના લેશો.
ફલેવર અને મોનોસોડિયમ ગ્લૂટામેટ ડિટોકસની પ્રક્રિયામાં અડચણરૂપ બને છે તેથી તેનાથી બચો. હરિયાળી અને રસ્તો : શું તમે એમ જ વિચારો છો ને કે પાછી લીલી શાકભાજીની વાત આવી ? અરે શાકભાજી તો શરીરને હેલ્ધી રાખે છે. કારણકે આમાં ફાઇબર, આયન અને વિટામિન્સ હોય છે. જો તમે શરીર ઉતારવાનો પ્રયત્ન કરતા હોય તો તમારા માટે લીલાં શાકભાજી મિત્રો છે. લીલાં શાકભાજીમાં ફાયટોકેમિકલ્સ હોય છે, કે જે શરીરના પાચનતંત્રને અને લિવરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.
વહેલા ઊઠો, વહેલા સૂવો : આજકાલના ભાગદોડના રૂટીનમાં અમે જેવું કહ્યું છે કદાચ એ ફોલો કરવા માટે તમારી પાસે સમય નહીં હોય અને આવામાં જો તમે મોડી રાત્રે ટીવી જોયા કરતાં સૂઈ જવાનું રાખો તો વધારે સારું. આઠ કલાકની ઊઘ શરીરમાંથી થાક અને દુખાવો દૂર કરી દેશે. બીજા દિવસે ફ્રેશ ઊઠીને કામ ફટાફટ પતાવી શકશો.
જયૂસ અને હર્બલ ટી: કેફીનયુકત ડ્રિંક સિવાય તાજાં ફળોનો રસ પીઓ. આ તમારા શરીરમાં વિટામિન તો પૂરાં પાડશે જ અને આની સાથે સાથે શરીરમાં ફાઇબરની કમી પણ પૂરી પાડશે. આના કારણે પેટ પણ સાફ રહેશે. આના સિવાય હર્બલ ટી પણ શરીરને ડિકટોકિસફાઈ કરવાનું કામ કરે છે. તમે ઈરછો તો ગ્રીન ટી સિવાય લીંબુ પાણી પણ પી શકો છે.
માલિશ કરાવો : ડિટોકિસફાઈગ ડાઈટની સાથે જો મસાજ પણ કરવામાં આવે તો તેનો વધારે સારો પ્રભાવ પડે છે. આના માટે તમારે કોઈ પણ સ્પામાં જવાની જરૂર નથી. કુટુંબીજનોમાંથી જ કોઈકને કહો કે માથામાં તેલ માલિશ કરી આપે. માલિશ માટે ઓલિવ, નીલગીરી કે લવંડરના તેલથી માલિશ કરી શકો છો.
પાણી વધારે પીવું- ડાયટિશિયન શ્વેતા દેસાઈ કહે છે ડાયટિશિયન શ્વેતા દેસાઈ કહે છે જાતે જ શરીરને કરો ડિટોકસ