Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Relationship
 

દીકરાને સભ્ય પુરુષ બનતા શીખવો

 
Source: DNA   |   Last Updated 4:51 PM [IST](02/02/2011)
 
 
 
 
 
તમારા દીકરાને સભ્ય પુરુષ બનતા શીખવાડો.

વહેલા શીખવાડો:
તમારા સંતાન સાથે તેને સારી વ્યક્તિ બનાવવા વિશે વાત કરવા બાબતે ક્યારેય ઉતાવળ ન કરશો પણ સમય વીતી જાય તેટલુ મોડુ ન કરશો. યોગ્ય ઉંમરે કિશોર યુવાનોને શીખવાડવુ જરૂરી છે. પોતાના માટે માન જગાડતા અને અન્ય લોકોને માન આપતા શીખવાડો. પોતાના ગુસ્સા પર કાબૂ કેવી રીતે રાખવો અને ગુસ્સાને કેવી રીતે દૂર કરવો તે શીખવાડો.

તેની સાથે રહો:
છોકરાઓ સાથે રહેવુ ઘણુ મુશ્કેલ છે. તમારે માત્ર તેની સાથે પ્રવૃતિઓમાં સમય ન ગાળતા તેની સાથે વાતચીતનો સમય પણ કાઢવો. તેઓ ક્યારેય સામેથી નહીં કહે પણ તેમને પોતાના પિતાની સાથે કે કોઈ પુરુષ મિત્ર સાથે સમય ગાળવો પસંદ છે.

તેમને સાંભળો:
તે શું કહેવા માંગે છે તે સાંભળો. તે અને તેના મિત્રો યુવતીઓ વિશે કેવી વાતો કરે છે તે સાંભળો. શું તે તેના કોઈ મિત્રના સંબંધને કારણે પરેશાન છે અથવા પોતાના વિશે કોઈ બાબતે પરેશાન છે કે નહીં તે બાબતે તેને સાંભળો પછી ભલે તે ખોટો હોય. પાછળથી તેને સમજાવો.

તેને સમજાવો:
તેના ગુસ્સા અને હિંસાને વ્યક્ત કરવાનો યોગ્ય માર્ગ તેને સમજાવો. જ્યારે તેને ગુસ્સો આવે ત્યારે તે રૂમમાંથી બહાર જઈ શકે છે, વાતચીત કરીને ઉકેલ લાવી શકે છે અથવા થોડી વાર મગજને શાંત પડવા દઈ પછી વાત કરી શકે છે. તેને તમારી પાસે આવીને વાતચીત કરવાનો વિકલ્પ આપો. તેને સમજવાનો પ્રયત્ન કરો.

સ્ત્રી વિશે વિચારતા શીખવો:
કોઈ પણ યુવાન દીકરો પોતાના પિતા પાસે જઈને કહેશે નહીં કે તે કેવી રીતે સ્ત્રીઓ સાથે વર્તી શકે. પણ તેનો અર્થ એ નથી કે તેમને જરૂર નથી. તેની સાથે બેસીને તેને ગમતો ટીવી પ્રોગ્રામ જુઓ અથવા તેની પસંદનુ ગીત ગાઓ. તમે સ્ત્રીઓની વિરુદ્ધ અથવા તેમના પર હિંસા થતી જુઓ તો તે વિશે તમારા વિચારો દીકરા સાથે વહેંચો.

તેના માટે રોલ મોડલ બનો:
ટીનએજ યુવાનો જ્યારે પોતાના પિતા કે પુરુષ સાથે હોય છે ત્યારે તેના વર્તનનું નિરિક્ષણ કરે અને અનુસરે છે. માટે તમે જ્યારે તેની સાથે હોવ ત્યારે હંમેશા ધ્યાન રાખો કે તમે પોતે એક સભ્ય વ્યક્તિની જેમ જ અન્ય લોકો સાથે વર્તો.

જરૂરિયાતના સમયે મદદ કરો:
એક વાર તેની સાથે વાત કરી લેવાથી તમારી જવાબદારી પૂરી નથી થઈ જતી. તે એક વાર તમારી સલાહ લે તો તેને ભરોસો અપાવો કે તમે તેની મદદ માટે હંમેશા તેની પડખે ઊભા રહેશો. જરૂર પડ્યે તે ફરીથી તમારી પાસે વાતચીત માટે આવી શકે છે.

પારિવારિક હિંસાની વિરુદ્ધ ઝુંબેશમાં જોડાવ:
તમે જે રસ્તે ચાલશો તમારા બાળક તે રસ્તાને પહેલી પસંદગી આપશે. તમે પારિવારિક હિંસા, સ્ત્રીઓ પર ઘરેલુ હિંસાના વિરોધમાં હશો તો તમને જોઈને તમારા બાળકો એ વાતને સમજશે અને શીખશે.

Source: Family Violence Prevention Fund
Image courtesy: gettyimages.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.