Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

જુવાનીની મસ્તીમાં પણ વજન ઘટાડવું શક્ય છે

 
Source: Pahelu Sukh, Dr. Tiven Marwah   |   Last Updated 12:01 AM [IST](27/08/2010)
 
 
 
 
 
સંજય મા-બાપનો એકનો એક દીકરો એટલે ખૂબ લાડ-પ્યારમાં ઉછર્યો (આ સત્યકથામાં ફક્ત પાત્રોનાં નામ બદલાયા છે.) પાણી માગતા દૂધ મળે એવી પરિસ્થિતિ. બિઝનેસ ફેમિલી એટલે ભણવાની કોઇ ચિંતા નહીં. શરૂઆતથી જ મોજ-મસ્તી, આનંદ અને પ્રમોદ. પાર્ટીઓની વણઝાર. જે દિવસે પાર્ટીથી કંટાળેલા હોય તે જ દિવસે પાર્ટી ન હોય. બાકીના દિવસે રોજ પાર્ટી.

ચીઝ પનીર, બટરનો ખૂબ જ શોખ. સાથે સાથે કોલ્ડ ડ્રિંકસ, ચોકલેટ અને દાબેલી તો ખરા જ. જુવાનીની મોજ મસ્તી અને કસરત કદાચ એક બીજા સાથે મેળ ખાતો નથી. આ જીવનશૈલીનું નક્કર પરિણામ હતું ‘ઓબેસિટી’. સંજય દિવસે દિવસે ગોળમટોળ થવા લાગ્યો અને એક સમયે તેનું વજન ૧૧૦ કિ.ગ્રા. ઉપર પહોંચી ગયું. દર ત્રણ મહિને દરજી તેમના બદલાઇ રહેલા માપ વિશે ધ્યાન દોરે પરંતુ સંજયને નવા કપડાં પહેરવાનો શોખ, બદલાતા માપમાં સહેજેય રસ નહીં.

સોનલ સંજયની બાળપણની સાથી. બંને એક જ સ્કૂલ અને એક જ કલાસમાં અભ્યાસ કરતા. પાર્ટીમાં પ્રસંગોમાં ઘણીવાર ભેગા થતા. સંજય ભલે ઓબેઝ હતો પરંતુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો. તેની સ્ટાઇલ અને લાઇફસ્ટાઇલ બંને સામેવાળી વ્યક્તિને આકર્ષિત કર્યા વગર રહે નહીં. સોનલ પણ સુંદર અને ચપળ હતી. બંનેનો પ્રેમ આખરે પરિણયમાં પરિવતિgત થયો. બંને પરિવારની સંમતિથી સંજય-સોનલના એન્ગેજમેન્ટ થયા. પાર્ટીઓ વધતી ગઇ.

‘મોજ કર લે ઇસ દુનિયામેં, જિંદગાની ફિર કહાં,
જિંદગી ગર રહી ભી તો યે નૌજવાની ફિર કહાં.’

શાયરની એ ઉક્તિ સંજય-સોનલની જોડીને આબેહૂબ લાગુ પડતી હતી. આવી જ એક પાર્ટીની ઉજવણી કરીને સંજય રાત્રે ત્રણ વાગે ઘરે પહોંચ્યો. સવારે બાર વાગે સંજય ઊઠ્યો નહીં એટલે મમ્મીને ચિંતા થઇ. અગિયાર વાગે ઉઠવું એ તો સંજયનો નિત્યક્રમ હતો. સંજયે મમ્મીને ખૂબ જ નબળાઇની ફરિયાદ કરી. રાત્રે બરાબર ઊંઘ નહિ આવાની ફરિયાદ કરી. રાત્રિ દરમિયાન દર અડધી કલાકે બાથરૂમમાંથી ઊભા થવાની અસમર્થતાને કારણે તેના મમ્મી-પપ્પાને ખરેખર ચિંતા થઇ. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. પ્રાથમિક તપાસ પછી ડોક્ટરે સંજયના બ્લડ ટેસ્ટ કરાવ્યા. તેની બ્લડસુગરનો રિપોર્ટ ૬૦૦ની ઉપર આવ્યો. બ્લડમાં એસિટોનની માત્રા પણ હતી. સંજયની તકલીફની વાત સોનલના પરિવારને જાણવા મળી. તાત્કાલિક ડાટાબીટિસના એક્સપર્ટ ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો.

સંજયને હોસ્પિટલમાં દાખલ કરી ઇન્સ્યુલિન શરૂ કરવામાં આવ્યા. ત્રણ-ચાર દિવસમાં સંજયની તબિયત એકદમ સારી થઇ ગઇ અને તેને ઘરે જવાની રજા આપવામાં આવી. આ વિકટ પરિસ્થિતિમાં બંને પરિવારવાળાએ મળીને સંજયની સારી સેવા કરી. દિવસમાં ત્રણ વાર ઈન્સ્યુલિનના ઇન્જેકશન અને ત્રણ ચાર વાર બ્લડ સુગરની તપાસ દ્વારા સંજયનો ડાયાબીટિસ એકદમ કાબૂમાં રહેવા લાગ્યો.

પણ બીજી બાજુ સોનલના પરિવારજનોને સંજયના ડાયાબીટિસ થવાના કારણે અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા. ‘ડાયાબીટિસ એક જીવલેણ રોગ છે, ડાયાબીટિસથી શરીરના બધા જ અંગો બગડી જાય છે, ડાયાબીટિસ એક શરીરની ઊધઇ છે.’ વગેરે ભ્રાંતિઓ અને કુમાન્યતાઓ તેમને આકુળ-વ્યાકુળ કરી દીધા. ‘પોતાની દીકરીને ડાયાબીટિસ ધરાવતા વ્યક્તિને પરણાવી શકાય?’ આ પ્રશ્ન તેમને ખૂબ જ મૂંઝવવા લાગ્યો. ડોક્ટર તથા સગા-વ્હાલાંની ઘણી બધી અપીલ-દલીલની કોઇ જ અસર તેમના ઉપર થઇ નહીં. ડાયાબીટિસને એક ખાઇ સમજનાર સોનલના માતા-પિતાએ તેમની દીકરીને તેમાં પડવા દેતા રોકી.

એક દિવસ સંજયને સોનલના મોબાઇલ ઉપર કોઇ પ્રતિસાદ મળ્યો નહીં. ડાયાબીટિસ અથવા તેની ગેરસમજણે સંજય અને સોનલને છુટા કરી દીધા. જન્મોજન્મનો સાથ આપવાનો વાયદો કરી ચૂકેલા આ યુગલ સપ્તદીના સાત ફેરા પણ નહીં ફરી શક્યા. સંજય ડાયાબીટિસમાંથી તો બહાર આવી ગયો પરંતુ ડિપ્રેશનમાં સપડાઇ ગયો. સોનલ જીવનમાંથી ગઇ તેનો ખૂબ અફસોસ હતો પરંતુ જે રીતે ગઇ તેનો વિશેષ અફસોસ હતો. મોલના બદલે મંદિર. ટાટુના બદલે તિલક અને ગાયનના બદલે ગઝલ તેની જીવનશૈલી બની ગઇ.

આ દર્દભર્યા સમયમાં તેના માતા પિતાનો પ્રેમ, ડોક્ટરનું માર્ગદર્શન તથા સાચા મિત્રોની હૂંફ સંજયને નવજીવન આપતી રહી. ગોવા અને સિક્કિમના પ્રવાસે તેને જીવનમાં બીજું પણ ઘણું બધું છે તે જોવાની દ્રષ્ટિ આપી. ટેલિવિઝન ઉપર એક ઇન્ટરવ્યૂની એક લાઇન તેના દિલ-દિમાગને સ્પર્શી ગઇ. ‘ડાયાબીટિસવાળી વ્યક્તિ જેને ડાયાબીટિસ નથી તેના કરતાં લાંબું અને સારું જીવી શકે છે.’ પરંતુ અમુક શરતોને આધીન. આ શરતો છે- જીવનશૈલી બદલવાની, વજન ઘટાડવાની. સંજયે તેના જીવનમાંથી ચીઝ, પનીર, બટર, કોલ્ડ ડ્રિંકસ અને ચોકલેટને હંમેશા માટે તિલાંજલી આપી દીધી.

સલાડ, ફ્રૂટસ, ઓછા તેલવાળા તાજા શાકભાજી ખાવાનું નક્કી કર્યું. સવારે ૬ વાગે ઊઠીને જિમ જવાનું શરૂ કર્યું. સાંજે એક કલાક સ્વિમિંગ અથવા તો તેના મિત્રો જોડે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. અઠવાડિયામાં બે વાર યોગ-પ્રાણાયામનો અભ્યાસ કર્યો. સંજયે ફક્ત બે મહિનામાં જ ૧૫ કિ.ગ્રા. વજન ઉતાર્યું. ઇન્સ્યુલિનના ઇન્જેકશન બંધ થયા અને હવે તેનો ડાયાબીટિસ ગોળી ઉપર કાબૂમાં રહેવા લાગ્યો. કસરત, આહાર પરિવર્તન અને પોઝિટિવ આઉટલુકે તેનું જીવન જ સાવ બદલી દીધું. સ્વાસ્થ્યની સફળતાની સાથે સાથે બિઝનેસમાં સફળતા મળવા લાગી. ડાયેટિંગ અને કસરત દ્વારા વજન ૭૫ કિ.ગ્રા. સુધી લાવી દીધું.

એક દિવસે પોતાના પ્રિય ડોક્ટરને સ્વીટ-બોક્ષ આપતા સંજયે કહ્યું, ‘સોરી સર, મેં એક ભૂલ કરી છે. આપની દવાઓ બે મહિનાથી બંધ કરી દીધી છે. પરંતુ આ રહ્યો મારો રિપોર્ટ.’ તદ્દન નોર્મલ રિપોર્ટ જોઇ ડોક્ટરને સાનંદાશ્વર્ય થયું.

એક દિવસ અચાનક મુંબઇથી ડોક્ટર ચોકસીનો ફોન આવ્યો સંજયના ડોક્ટર ઉપર. ‘સર, મારે મારી દીકરીના એન્ગેજમેન્ટ સંજય સાથે કરવાનો વિચાર છે. તેના ડાયાબીટિસ વિશે આપનું શું કહેવું છે? મને પણ ડાયાબીટિસ છે એટલે બીક લાગે છે.’ સંજયના ડોક્ટરે સંજય માટે અભિપ્રાય આપ્યો અને જણાવ્યું કે સંજય આપની દીકરી માટે તો યોગ્ય છે જ પરંતુ આપના ડાયાબીટિસ ઘટાડવા-મટાડવામાં પણ મદદરૂપ થશે.

જુવાની ફક્ત મોજ મસ્તી માટે નથી. એક સારી જીવનશૈલી વિકસાવવાની અમૂલ્ય તક છે. જે જીવનપયઁત ઉપયોગી થઇ શકે. ઘણીવાર આ ઉત્તમ તક ઠોકર ખાઇને મેળવી શકાય તો અમુક વાર તેના વગર પણ.‘

પહેલું સુખ, ડૉ.. તિવેન મારવાહ (એન્ડોક્રાઇનોલોજિસ્ટ)

tiven.marwah@gmail.com
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.