લગભગ દોઢ ઇંચના એક સેન્સરને તમે તમારા શરીરમાં પ્રત્યારોપિત કરીને સરળતાથી ગ્લુકોઝનું સ્તર માપી શકો છો. તે વાયરલેસ પદ્ધતિથી આંકડા મોકલે છે. તેની બેટરી કેટલાય વર્ષો સુધી ચાલે છે. ડાયાબિટીસના દર્દીઓના લોહીમાં ગ્લુકોઝનું સ્તર માપીને તે દર ૧૫ મિનિટમાં આંકડા ઉપલબ્ધ કરાવે છે. આ આંકડાને એક મોનિટર પર જોઈને પ્રાથમિક ઉપાય કરી શકાય છે. બ્રિટનના બજારોમાં ટૂંક સમયમાં જ આ સેન્સર ઉપલબ્ધ બનશે.