તીખા મરચાથી તમારું મોઢું ભલે બળતું હોય પરંતુ તેનાથી રક્તવાહિનીઓને રાહત મળે છે. ચીનના સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે વધુ સમય સુધી મરચું ખાનારા લોકોનું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
મરચાંમાં કેપસાયસિન નામનું રસાયણ હોય છે. પેટમાં જવાથી તે નાઈટ્રિક ઓકસાઈડ પેદા કરે છે. આ ગેસ રક્તવાહિનીઓમાં સોજો કે તેમને થતાં નુકસાનથી બચાવે છે. આ ગેસ તેમને ફેલાતી પણ અટકાવે છે જે હાઈ બ્લડપ્રેશરનું કારણ છે.