-ભેડ઼ાઘાટમાં આરસપહાણ વચ્ચે નીકળતા ઝરણામાં નૌકાવિહાર કરી શકાશે
મંગળવારે આરસપહાણ જેવી સફેદઝક ઘાટીઓ વચ્ચે રાત્રે 8 વાગ્યે કંઈક એવો નજારો જોવા મળ્યો હતો કે જોનારાની આંખો ફાટી ગઈ હતી.
ખરેખરમાં, નર્મદાના તટત પર માઘ પૂર્ણિમાના અવસરે આરસપહાણ ઘાટીઓ પર ફ્લડ લાઈટ્સને કારણે દુધિયા રોશની પડી રહીં હતી. હવે આવા નજારો તેમાં પણ ઠંડો પવન અને રોશની તો એટલી જાણે વ્હેલી સવાર કેમ ન હોય. એક સમયે તો અહીંનું વાતાવરણ જોઈ એવું જ લાગતું હતું જાણે પરોઢ થઈ હોય.
મધ્યપ્રેદશના ભેડ઼ાઘાટમાં ફરી એક વખત ચાંદની રોશનીમાં નૌકાવીહારની શરૂઆત કરવામાં આવી છે. ચાંદની રાતમાં જગમગતી આરસપહાણના પત્થરોમાં નૌકાવિહારનો શુભારંભ થઈ ચુક્યો છે.
આ પહેલાં નર્મદાની મહાઆરતી કરવામાં આવી હતી. નર્મદા પૂજનમાં ઘણાં મોટા વગદાર લોકોએ આગળ રહીં ભાગ લીધો હતો.
નર્મદા તટ પર માઘ પૂર્ણિમાના અવસર પર ભક્તિ અને પર્યટકોનો મોટો ધસારો રહે છે. જેનો લાભ આવનારા સમયમાં ઉઠાવી શકાય તે હેતું થી જબલપૂરને આધ્યાત્મિક પર્યટનના રૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે.
નર્મદાની મહાઆરતીમાં હજારો લોકો ઉમટે છે શહેરથી ફક્ત 20 કિલોમીટરના અંતરે આવેલાં પર્ટન કેન્દ્ર ભેડ઼ાઘાટના પંચવટી ઘાટમાં ચાંદની રાતે નૌકા વિહારને ફરી એક વખત લોકોની ઈચ્છા સાથે શરૂ કરવામાં આવ્યું છે.
આપના આ નજારો અને અહીં નૌકાવિહારની ખરેખરમાં મઝા પડી જશે.