Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Wellness
 

Gym તો જોઈન કરી લીધુ પણ યોગ્ય એક્સરસાઈઝ કરો છો કે નહીં?

 
Source: LifeStyle Desk   |   Last Updated 9:23 AM [IST](12/02/2012)
 
 
 
 
 
આપણા માંથી મોટાભાગની સ્ત્રીઓ સુડોળ અને સ્વસ્થ શરીર ઈચ્છતી હોય છે. આ માટે ઘણી સ્ત્રીઓ જીમમાં પણ જતી હોય છે. આમ કરવાથી તેઓ માને છે કે તેઓ પોતાના શરીરનું યોગ્ય ધ્યાન રાખે છે. જો કે માત્ર જીમમાં જવાથી બધી વાત પૂરી નથી થઈ જતી. જીમમાં તમે કઈ પ્રકારની કસરત કઈ રીતે કરો છો તે જાણવું જરૂરી છે. દરેકનું શરીર અલગ હોય છે તે રીતે તે શરીરની જરૂરિયાતો પણ અલગ હોય છે. જો તમે યોગ્ય શેપ વાળું અને કર્વી શરીર મેળવવા માંગતા હોવ તો આટલું ધ્યાનમાં રાખો.

- જીમિંગ: ટ્રેડમિલ અને ડમ્બેલ જીમમાં જતી સ્ત્રીઓ માટે જાણીતી વસ્તુ હશે. જો કે યોગ્ય શેપ માટે જીમિંગ કરવું પણ જરૂરી છે.

- કાર્ડિયો: કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટીથી તમારા શરીરની વધારાની ચરબી ઘટે છે અને તમારા શરીરના ક્યા હિસ્સાને યોગ્ય શેપ આપવાની જરૂર છે તેનો સ્પષ્ટ આઈડિયા આવે છે.

- ટ્રેડમિલ: જો તમે કાર્ડિયો મેમ્બરશીપ લીધી હશે તો તમે ટ્રેડમિલ પર ચાલવાની કસરત મોટાભાગે કરતા જ હશો. જો કે આ કસરત બહુ જ સામાન્ય છે જે તમે જીમની બહાર પણ કરી શકો છો. ચાલવાથી તમારા નિતંબ ટોન અપ થાય છે. આ સિવાય ટ્રેડમિલ પર દોડવાથી તમારા આખા શરીરને ટોન કરી શકો છો. દોડવાની આ કસરત મોટાભાગના લોકો સ્કૂલના દિવસો પછી ભૂલી જ જાય છે.

- બાઈકિંગ/સાઈકલિંગ: સાઈકલના પેડલ મારવાથી તમારી જાંઘ ટોન અપ થાય છે અને શરીરના નીચલા હિસ્સાની ચરબી ઘટે છે. કાર્ડિયો વર્કઆઉટ જેમાં અબ્ડોમિનની કસરતનો સમાવેશ હોય તે શરીરના વચલા હિસ્સા માટે ઘણી ઉપયોગી હોય છે.

- ઘણી સ્ત્રીઓના પેટના નિચેના હિસ્સામાં ચરબી જમા થઈ જતી હોય છે, આ માટે તમારે રિવર્સ ક્રન્ચ કરવા જોઈએ. જમીન પર પીઠ પર સૂઈને તમારા હાથ તમારી કમર પાસે બાજુમાં રાખી દો. ત્યાર બાદ તમારા પગને ઊંચા કરો. ઘૂંટણથી સીધા રાખીને ઊંચા કરવા થોડુ અઘરું છે માટે ઘૂંટણ થોડા વાળીને રાખી શકો છો. ત્યારબાદ ધીરેથી નીચે રાખો. આ પ્રકારે 10-20 વાર કરો.

- તમારી પીઠને યોગ્ય શેપ આપવા માટે પિલેટ્સ બહુ ફાયદાકારક છે જેમાં બોલ, સ્ટ્રેચ બેન્ડ અને લાઈટ વેઈટનો ઉપયોગ થાય છે. આ સ્ટ્રેંથ-ટ્રેઈનિંગ એક્ટિવિટી ચરબી ઘટાડે છે અને શરીરને ટોન કરે છે.

- જો આ રેગ્યુલર કસરતથી કંટાળી જાવ તો તેમાં નવીનતા લાવી શકો છો જેમ કે કિક્સ, ની-સ્ટ્રાઈક અથવા પંચિગ. આ માટે તમે પંચિગ બેગ અથવા દોરડા પણ કૂદી શકો છો.

- બેલિ ડાન્સિંગ: તમારા શરીરના નિચલા હિસ્સાને એટલે કે અબ્ડોમિનની કસરત કરવા માટે તમે બેલિ ડાન્સિંગ પણ કરી શકો છો. તમારી કમરમાં ફ્લેક્સિબિલિટી વધે છે અને વધારાની ચરબી ઓગળતા બોડી ટોન અપ થાય છે.






 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.