-હેલ્થકેર પ્રોડક્ટ્સની મહિલા પ્રવક્તાના જણાવ્યાં પ્રમાણે, સિલિકોન જેલનો ઉપયોગ કરવો જરાં પણ હાનિકારક નથી
બ્રિટનના હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલાઓના શારીરિક સૌદર્ય વધારવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાટેશનનો પ્રયોગ સુરક્ષિત છે અને તેનો કેન્સર સાથે કોઈ જ સંબંધ નથી.
બ્રિટનના મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સના પ્રવક્તાના જણાવ્યાં પ્રમાણે, એવા કોઈ જ પુરાવા નથી કે બ્રેસ્ટ સાઈઝ વધારતા ઈમ્પાટેશન કે પોલી ઈમ્પલાંટેશન પ્રોથીસ (પીઆઈપી) અને કેન્સર વચ્ચે કોઈ સંબંધ છે.
હેલ્થકેર પ્રોડક્ટ્સની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પીઆઈપીને હટાવવાનો કે અન્ય કોઈ પ્રકારના સિલિકોન જેલનો ઉપયોગ કરવો હાનિકારક સાબિત નથી થતો. તેનાથી તો મહિલાની ખૂબસૂરતી વધે છે
અહેવાલ પ્રમાણે, પીઆઈપી ઉત્પાદન બનાવતી કંપનીએ તેનું ઉત્પાદન એ સમયે રોકી લીધુ હતું જ્યારે તેમને જાણવા મળ્યું કે બ્રેસ્ટ ઈમ્પાલન્ટેશન માટે વપરાતી આ પ્રોડ્ક્ટ્સને કારણે સ્તન કેન્સરના આઠ કેસિસ નોંધાયા છે.
અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે, તેઓ ટુંક સમયમાં જ આ મુદ્દે ચર્ચા કરશે અત્યાર સુધી 30 હજારથી વધુ મહિલાઓ આ સેવાનો લાભ લઈ ચુકી છે જેમને તેનાથી કોઈ જ મુશ્કેલી થઈ નથી.