રાત્રે સેક્સ સિવાય કરવા જેવી રોમાંચક પ્રવૃતિઓ
Lifestyle Desk
| Jan 14, 2011, 13:37PM IST
માટે આ પળોને ખાસ બનાવો અને તમારી રાત્રીમાં વધુ મજા ભેળવો. નીચે કેટલીક રોમેન્ટિક પ્રવૃતિઓ આપી છે, ગુડનાઈટ કહેતા પહેલા આ કરવાથી તમે તમારા દિવસનો અંત ખૂબ જ મજેદાર બનાવી શકશો.
• રાત્રે જમ્યા બાદ નજીકના ગાર્ડનમાં ચક્કર મારી આવો. ઠંડી હવાથી તમે તાજગીનો અહેસાસ કરશો. તમારા સાથીના હાથમાં હાથ પરોવીને ધીમે ધીમે ચાલવાની મજા જ કંઈ અલગ હોય છે.
• સંગીત એ થાક દૂર કરવાનો ચોક્કસ રસ્તો છે. એકબીજાને ગુડનાઈટ કિસ કરતા પહેલા કંઈક હળવું મેલોડીયસ સંગીત સાંભળો અને તમારા મનને શાંતિથી વિહરવા દો.
• જો તમે બન્ને કલાપ્રેમી હોવ તો સાથે મળીને કોઈ સારુ પુસ્તક વાંચો અથવા કોઈ ક્લાસિકલ ફિલ્મ જુઓ.
• તમે બન્ને સાથે એક જ બાથટબમાં નહાઓ અને એના શરીર પર એક હળવું મસાજ કરો.
• જો વાતાવરણ અનુકૂળ હોય તો, ઘરની છત પર જાઓ અને એક ચાદરમાં તમારા સાથીને વળગીને સૂતા સૂતા આકાશમાં તમારા પ્રેમની કલ્પનાના ચિત્રો દોરો.




