સફરજનને સ્વાસ્થ્યનો ખજાનો કહેવાય છે કારણ કે તેમાં પ્રોટીન અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તદુપરાંત સફરજન કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડપ્રેશરને સામાન્ય રાખે છે.
ખરેખર તો સફરજનમાં પેકિટનના પાણીમાં ઓગળી જાય તેવા રેસા હોય છે તે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે અને શરીર માટે અસરકારક બેકટેરિયારોધક એજન્ટની ભૂમિકા ભજવે છે.
કેવી રીતે મદદરૂપ નીવડેસફરજનમાં પુષ્કળ પ્રમાણમાં પાણીમાં ઓગળી જાય એવા રેસા રહેલા છે. તેમાં રહેલી જેલ લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરીને હૃદયરોગના હુમલાનું અને ધમનીને લગતા રોગનું જોખમ ઘટાડે છે. સફરજનના અદ્રાવ્ય રેસા પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડે છે. આ કારણસર એન્ઝાઇમ તેને સરળતાથી પચાવી નથી શકતું. તેથી પેટ ભરેલું હોય તેવું લાગે છે.
અન્ય લાભ સફરજન અપચા તથા પેટની અન્ય બીમારીઓ જેવી કે ચૂંક આવવી, ડાઇવર્ટીકયૂલોસિસ વગેરે દૂર કરે છે. તે આંતરડાંનું કેન્સર, એપેન્ડિકસ, હીમોરોયડ, હર્નિયા અને પથરીનું કારણ બની શકે છે.
છાલ ઉતારીને ન ખાવસફરજનની છાલમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે. એક સામાન્ય સફરજનની છાલમાં ચાર મિલિગ્રામ કવેરસેટિન હોય છે. તેમાં એન્ટિઓકિસડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આના લીધે કોષનું સ્વાસ્થ્ય જળવાઇ રહે છે.
તદુપરાંત તે કેન્સરકારક એજન્ટ્સને રોકે છે. કવેરસેટિન વિવિધ પ્રકારની એલર્જીથી શરીરને બચાવે છે. સફરજનમાં પોલિફિનોલ એન્ટિઓકિસડન્ટ એટલે કે લ્યુટિન, લાયકોપિન, કેરોટિન અને એન્થોસાઇનિન અને ફલેવનોઇડ એટલે કે ફાયટોન્યૂટિ્રઅન્ટ રહેલાં છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શકિત વધારે સારી બને છે.