હવે માત્ર વિશ્વાસને આધારે લગ્નની જોડીઓ બનાવવાનો સમય નથી રહ્યો. કારણ કે જે પ્રકારે સમાજમાં દગા અને અપરાધનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોતા તો લાગે છે કે હવે દરેક વ્યક્તિએ સાવચેતીથી કામ લેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પર જાણકારી વગર વિશ્વાસ ન કરી લેવો.
આજકાલ લગ્નની છેલ્લી ઘડીએ લગ્ન તૂટવાના અને લગ્ન સંબંધિત ક્રાઈમની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આવા સમયે દિલ્હી પોલિસે લોકોને યુવક યુવતીના લગ્ન પહેલા તેમના ચારિત્ર્ય વિશે જાસૂસી કરાવવાનું જણાવ્યું છે.
પોલિસનું કહેવું છે કે લગ્ન કરતા પહેલા યુવક યુવતીની કુંડળી નહીં પણ ચરિત્ર સંબંધી જાણકારી પણ મેળવવી જોઈએ. તેમના જણાવ્યા અનુસાર લગ્ન પહેલા આટલી જાણકારી તો જરૂરથી મેળવવી જોઈએ.
- યુવક-યુવતીના ચારિત્ર્ય,કુટેવ વિશે જાણકારી મેળવી લેવી જોઈએ.
- નોકરી અને કામકાજ વિશેની જાણકારી મેળવી જરૂરી છે.
- યુવક યુવતીના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી મેળવી લો.
- પહેલા કોઈ સંબંધ તૂટ્યો હોય તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો.
- ન ફક્ત વર/કન્યા વિશે પણ પરિવારના અન્ય સભ્યો વિશે પણ માહિતી મેળવવી જોઈએ
- તેમની શૈક્ષણિક લાયકાત સંબંધી જાણકારી મેળવો.
પૂરી તપાસમાં 7થી 10 દિવસનો સમય લાગે છે. આ કામ કરાવવા માટે કોઈ ડિટેક્ટિવ એજન્સીની મદદ લો તો તેની પાછળ 15000થી 30000 હજાર સુધીનો ખર્ચ આવી શકે છે.