મૃતક મહિલાના ભાઇએ ઉદ્યોગપતિ ઉપર હત્યા અને અપહરણનો મુકેલો આરોપ
સંઘપ્રદેશ દાનહના સેલવાસ ખાતે એનપી બેલ્ટિંગ કંપનીના માલિક હરીશંકરસિંહ ઉપર તેની પત્નીના ભાઇએ દહેજની લાલચમાં આવી પોતાની વહુની હત્યા કરવી તથા દોઢ વર્ષના પુત્રનું અપહઅરણ કર્યાનો આરોપ મુક્તી ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ચકચાર મચી જવા પામી છે.
પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા ઉદ્યોગપતિ હરીશંકરસિંહ પોતાન પરિવાર સાથે ફરાર થઇ ગયો છે. સેલવાસ પોલીસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમન કર્યા છે. મહિલાની હત્યા ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના જાફરાબાદમાં થઇ હોવાનું જાણવા મળે છે.
સંઘપ્રદેશ દાનહના સેલવાસ પોલીસ સ્ટેશનમાં મુંબઇ ખાતે રહેતા પ્રદીપસિંહ ફરિયાદ નોંધાવી છે કે, તેમની બહેન નીલમના લગ્ન વર્ષ ૨૦૦૭માં ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના જાફરાબાદ ખાતે રહેતા તથા સંઘપ્રદેશ દાનહના સેલવાસમાં એનપી બેલ્ટિંગ કંપનીના માલિક હરીશંકરસિંહના નાના પુત્ર શ્રીજેશસિંહ સાથે થયા હતા.
ચાર વર્ષના દામ્પત્ય જીવનમાં તેમને સંતાનમાં દોઢ વર્ષના અભિષેકનો જન્મ થયો હતો. પ્રદીપસિંહે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું છે કે, ઉદ્યોગપતિ હરીશંકરસિંહ અને તેમના પરિવાર દ્વારા વારે ઘડીયે દહેજની માગણી કરવામાં આવતી હતી.
સેલવાસ ખાતે રહેતા નીલમ અને તેમનો પુત્ર અભિષેક કેટલાંક સમયથી ગુમ થઇ ગયા હતા, અને પીયરના પરિવારથી કોઇપણ જાતનો સંપર્કમાં ન હતી. એક દિવસે ખબર પડી કે નીલમની હત્યા કરી તેના મૃતદેહને વતન જાફરાબાદમાં કારમાંથી મળી આવ્યો હતો.
સેલવાસ પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ ફરિયાદી પ્રદીપસિંહ આશંકા વ્યક્ત કરી છે કે, તેની બહેન નીલમની હત્યા તેના સસરા હરીશંકરસિંહ અને પતિ શ્રીજેશસિંહ, દીયર નિલશસિંહ દ્વારા સેલવાસમાં કરવામાં આવી હતી. કારણ કે જોનપુર પોલીસ દ્વારા જ્યારે કારમાંથી નીલમનો મૃતદેહ કબ્જે લેવાયો તો એવું જણાવ આવ્યું હતું કે તેની હત્યા ત્રણ દિવસ પૂર્વે કરવામાં આવી હતી.
હત્યા કર્યા બાદ ગુનો છુપાવવા માટે મૃતદહને વતન લઇ જવામાં આવ્યો હતો. જોનપુર પોલીસે સમગ્ર આંશકાનો પરદાફાસ કર્યો હતો. જો કે દોઢ વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. સેલવાસ પોલીસ પ્રદીપસિંહની ફીરયાદના આધારે સસરા, પતિ અને દીયર સામે આઇપીસી ૪૯૮ (અ) ૩૬૫ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
જો કે આ ઘટના પછી હરીશંકર પરિવાર સમેત સેલવાસથી ફરાર થઇ ગયો છે. સેલવાસ પોલીસે તેમના પ્રમુખ દર્શન સ્થિત નિવાસ સ્થાન ઉપરાંત મુંબઇ ખાતેના ઘરે પણ છાપો માર્યો હતો. હાલ પોલીસે સેલવાસના આ ઉદ્યોગપતિની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.