દમણ પાલિકાના પ્રમુખ તરીકે હાલમાં નિયુકત થયેલા અનિલ ટંડેલ વિરુધ્ધ શુક્રવારે વિરોધ પક્ષના પ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. વિરોધ પક્ષમાં અપક્ષના મનોજ નાયક, મુલા ઇદરીશ, નિલા રાણા તથા ભાજપના અશોક કાસી અને પુષ્પાબેન ધોડી એમ પ સભ્યોએ શુક્રવારે દમણના કલેક્ટર તથા મ્યુનિસપિલ ડાયરેકટર સંજય ગોયલને દમણ નગરપાલિકાના પ્રમુખ અનીલ ટંડેલ વિરુધ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત મુકી હતી.
હાલમાં પાલિકામાં કોંગ્રેસની સરકાર હોવાથી ભાજપ અને અપક્ષના સભ્યોએ ભેગા મળીને કોંગ્રેસની સત્તા સામે અવિશ્વાસ મુકી એમ કહી શકાય છે. જો કે સિમ્પેલબેન કાટેલા અને જીતુ કોદરાવાલા બન્નેએ ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી જીતીને કોંગ્રેસને ટેકો આપ્યો હતો. પાલિકા પ્રમુખ અનિલ ટંડેલ સામે અવિશ્વાસ આવતા હવે સત્તા પક્ષએ સત્તામાં ટકી રહેવા માટે ૮ સભ્યોની બહુમતિ સાબિત કરવી પડશે.